
મોરબી : મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ દ્વારા તા. ૨૭ના બુધવારના રોજ પીપળી જેતપર ફીડરમાં મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આ ફીડર હેઠળ આવતા અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે તેવી જાણ કરવામાં આવી છે.

વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ તુલસી પાર્ક, સાહિત્ય પાર્ક, નિધી પાર્ક, ધર્મમંગલ સોસાયટી, સીયોનજી પર્શ, સિદ્ધ વિનાયક પાર્ક, મહેન્દ્રનગર ચોકડી આજુબાજુના કોમર્શિયલ કનેક્શન, ક્રાંતિ જ્યોત પાર્ક, પ્રભુ કૃપા ટાઉનશીપ, મહેન્દ્રનગર જૂના ગામ વિસ્તાર, નીલકંઠ પાર્ક, પ્રભુ કૃપા રેસિડેન્સી તેમજ હરિગુણ રેસિડેન્સી સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

આ ઉપરાંત સંબંધિત વિસ્તારમાં આવેલ તમામ ઔદ્યોગિક (એચ.ટી.) વીજ જોડાણોમાં પણ વીજ પુરવઠો ખોરવાઈ શકે છે. મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ દ્વારા નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા અને કામગીરી દરમિયાન સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.


























