HomeAllનો ટેન્શન : ઈ-પેટ્રોલના ઉપયોગથી વાહનનો વીમો રદ નહીં થાય

નો ટેન્શન : ઈ-પેટ્રોલના ઉપયોગથી વાહનનો વીમો રદ નહીં થાય

ગાડીઓમાં માત્ર ઈ-20 પેટ્રોલ ભરવાના કારણે કોઈ વીમાનો દાવો નહીં ફગાવી શકાય. ઈ-20 પેટ્રોલનો ઉપયોગ કરવાથી મોટર વીમા પોલીસી પર કોઈ અસર નહીં પડે. પીઆઈબી ફેકટ ચેક સોશિયલ મીડીયા પ્લેટફોર્મ એકસ પર આ જાણકારી આપી છે.

ખરેખર તો ઈ-20 પેટ્રોલને લઈને સોશિયલ મીડીયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈ-20 પેટ્રોલનો ઉપયોગ કરવાથી વીમાનો દાવો ફગાવી શકાય. સરકારે આ દાવાને પુરી રીતે ખોટો બતાવ્યો છે.

આ વિવાદ ત્યારે શરૂ થયો હતો જયારે કેટલાક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે જો કોઈ ગાડીને ઈ-20 પેટ્રોલના કારણે નુકસાન થાય છે તો વીમાના પૈસા મળવામાં મુશ્કેલી આવી શકે છે.

આ અફવાએ જૂની ગાડીઓના માલિકોની ચિંતા વધારી દીધી હતી. તેમને લાગવા માંડયું હતું કે ઈ-20 પેટ્રોલનો ઉપયોગ કરવા પર ભવિષ્યમાં વીમાનો દાવો લેવામાં મુશ્કેલી આવી શકે છે. હવે સરકાર અને વીમા કંપનીઓની સ્પષ્ટતા બાદ ગ્રાહકોને રાહત મળી શકે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments