વાંકાનેર શહેર ખાતે આજ રોજ રાષ્ટ્રીય નાઈ વાણંદ સમાજની એકતા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય નાઈ વાણંદ એકતા મંચના અધ્યક્ષ તેમજ કારોબારી સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
મિટિંગ દરમિયાન વાંકાનેર શહેર અને તાલુકા વાણંદ સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ હાજરી આપી હતી.
આ તકે રાષ્ટ્રીય નાઈ વાણંદ એકતા મંચના વાંકાનેર શહેર પ્રમુખ તરીકે દિનેશભાઈ પરમાર તથા તાલુકા પ્રમુખ તરીકે નવીનભાઈ કલોલાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન સમાજને એક નવી દિશા તરફ આગળ વધારવા અને સમાજમાં એકતા મજબૂત બનાવવા માટે આગેવાનો દ્વારા આહ્વાન કરવામાં આવ્યું હતું.
મિટિંગને સફળ બનાવવા માટે રાષ્ટ્રીય નાઈ વાણંદ એકતા મંચના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.આ પ્રસંગે વાંકાનેર શહેર અને તાલુકા વાણંદ સમાજના આગેવાનો દ્વારા આમંત્રિત મહેમાનોનું ફૂલહાર પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. (રિપોર્ટ: અજય કાંજીયા)
