HomeAllવાંકાનેર : વીર સાવરકરની જન્મજયંતિ નિમિતે રાજાવડલા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

વાંકાનેર : વીર સાવરકરની જન્મજયંતિ નિમિતે રાજાવડલા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે વીર સાવરકરની જન્મજયંતિ નિમિતે મોરબી જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ જાગૃતિ અને પ્રકૃતિ સંવર્ધનના સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં કાર્યકર્તાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

પર્યાવરણ પ્રેમી અને પ્રજાવત્સલ રાજવી સ્વ. દિગ્વિજયસિંહ ઝાલાની સ્મૃતિમાં રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ અવસરે સ્વ. મહારાજ દિગ્વિજયસિંહજી ઝાલાને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં મોરબી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ જાતિભાઈ ફુલતરિયા, ઉપપ્રમુખ કેવિનભાઈ શાહ સહિત જિલ્લા અને તાલુકા યુવા મોરચાના અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મળીને વિવિધ વૃક્ષોના રોપા વાવી પર્યાવરણ સંરક્ષણ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન મોરબી જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ જયેન્દ્રસિંહ ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું. (અહેવાલ : અજય કાંજીયા)

RELATED ARTICLES

Most Popular

Recent Comments