HomeAllમોરબી : નીટ પેપર લીક મામલે સીબીઆઈ તપાસની માંગ ઉગ્ર બની

મોરબી : નીટ પેપર લીક મામલે સીબીઆઈ તપાસની માંગ ઉગ્ર બની

સ્વયં સૈનિક દળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કેન્દ્ર સરકાર પાસે કડક કાર્યવાહી કરવાની માંગ

મોરબી : દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા નીટ (NEET) પરીક્ષા પેપર લીક મામલે હવે વિવિધ સંગઠનો અને વિદ્યાર્થી હિતેચ્છુઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. મોરબી ખાતે સ્વયં સૈનિક દળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સમગ્ર પ્રકરણની સીબીઆઈ દ્વારા નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી.

સ્વયં સૈનિક દળના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે દેશના લાખો વિદ્યાર્થીઓ વર્ષો સુધી મહેનત કરીને મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ મેળવવા માટે તૈયારી કરતા હોય છે, ત્યારે પેપર લીક જેવી ગંભીર ઘટનાઓ તેમના ભવિષ્ય સાથેનો ક્રૂર મજાક સમાન છે. આવી ગેરરીતિઓથી પ્રતિભાશાળી અને મહેનતુ વિદ્યાર્થીઓને અન્યાય સહન કરવો પડે છે.

આવેદનપત્રમાં પેપર લીક કૌભાંડમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની સાથે સમગ્ર મામલાની સીબીઆઈ દ્વારા તપાસ સોંપવાની માંગ કરવામાં આવી હતી. ઉપરાંત ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે પરીક્ષા વ્યવસ્થામાં વધુ પારદર્શિતા અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની પણ રજૂઆત કરવામાં આવી હતી.

આ પ્રસંગે મોટી સંખ્યામાં યુવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ કેન્દ્ર સરકાર અને શિક્ષણ મંત્રાલયને વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક નિર્ણય લેવા અનુરોધ કર્યો હતો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments