
અત્યાર સુધી કોઈ ડોક્યુમેન્ટ કે ફોટો સ્કેન કરવો હોય તો એ માટે અલગથી ઍપ ડાઉનલોડ કરવી પડતી હતી, પરંતુ હવે આ ફીચર વોટ્સઍપમાં પણ ઉપલબ્ધ થઈ ગયું છે. આ ફીચર વાપરીને વોટ્સઍપમાં જ ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ (PDF) ફાઇન બનાવી શકાશે.

વોટ્સઍપના નવાં ફીચર્સ ટ્રેક કરનારી વેબસાઇટના રિપોર્ટ મુજબ, વોટ્સઍપ પર ડોક્યુમેન્ટ સ્કેન કરવાનું ફીચર આવી ગયું છે. ઍન્ડ્રોઇડ બીટા ટેસ્ટર્સ માટે આ નવું ફીચર આવ્યું છે.

જેમાં કોઈ પણ ડોક્યુમેન્ટ કે ફોટોને સ્કેન કરી શકાશે. છેલ્લા થોડા મહિનાઓથી એપલના ફોનમાં આ ફીચર ઉપલબ્ધ હતું. ગુગલ પ્લેસ્ટોરમાંથી વોટ્સઍપનું લેટેસ્ટ અપડેટ ડાઉનલોડ કરવાથી આ ફીચર કાર્યરત થઈ જશે.


























