HomeAllમોરબી : દુધેશ્વર મહાદેવ મંદિરનો અમાસનો મેળો આ વર્ષે બંધ રહેશે

મોરબી : દુધેશ્વર મહાદેવ મંદિરનો અમાસનો મેળો આ વર્ષે બંધ રહેશે

મોરબીના: જુનાઘાંટીલા ગામ સ્થિત શ્રી દુધેશ્વર મહાદેવ મંદિર દ્વારા મહત્વપૂર્ણ જાહેર સૂચના આપવામાં આવી છે. આગામી તા. 11 સપ્ટેમ્બર, 2026ના રોજ અમાસ નિમિત્તે મંદિર પરિસરમાં દર વર્ષે યોજાતો પરંપરાગત અમાસનો મેળો આ વર્ષે સુરક્ષા અને વ્યવસ્થાના કારણોસર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મંદિર પરિસરમાં કોઈપણ પ્રકારના સ્ટોલ, ચકડોળ કે વેપાર-ધંધા માટેની મંજૂરી રહેશે નહીં.

મેળાનું આયોજન રદ કરવામાં આવ્યું હોવા છતાં ભક્તજનો માટે ભગવાન દુધેશ્વર મહાદેવના દર્શન નિયમિત સમય મુજબ ચાલુ રહેશે. મંદિર સંચાલન દ્વારા સર્વે ધર્મપ્રેમી જનતા અને ભક્તજનોને આ બાબતની નોંધ લેવા તેમજ મેળો બંધ રાખવાના નિર્ણયમાં મંદિર આયોજકોને સાથ-સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments