
રાજકોટ : ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ, ગણપતિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં. 10 જાગૃત નાગરિક મંડળ તથા મહિલા સત્સંગ મંડળના સંયુક્ત ઉપક્રમે તા. 15 સપ્ટેમ્બરથી તા. 24 સપ્ટેમ્બર સુધી જીવનનગર શેરી નં. 4, અનિલ જ્ઞાન મંદિર સ્કૂલ પાછળ આવેલા મહાદેવધામ ખાતે ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ સવારે 7 અને સાંજે 7 કલાકે મહાઆરતી, પૂજન, અર્ચન, પાઠ, સ્તુતિ અને દિપમાલા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

મંદિરના સહવ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસ અને વિનોદરાય જે. ભટ્ટએ જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ મંગળવારે તા. 15 સપ્ટેમ્બરે ગણપતિ સ્થાપન, પૂજા-વિધિ અને યજ્ઞ યોજાશે. વર્ષોથી એક જ મૂર્તિનું પૂજન કરવામાં આવે છે અને પ્રતિ વર્ષ મૂર્તિનું વિસર્જન કરવામાં આવતું નથી. મહોત્સવ દરમિયાન ઢોલ-નગારા, ડીજે, ફટાકડા, અબીલ-ગુલાલ, કંકુ, માઈક કે ઘોંઘાટ તથા શોભાયાત્રા રાખવામાં આવતી નથી. આસપાસના રહીશોને તકલીફ ન પડે અને સ્વચ્છતા જળવાય રહે તેની ખાસ કાળજી લેવામાં આવે છે.

ભાદરવા સુદ ચોથથી ચૌદશ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. સંકટનાશક 144 પાઠ, 108 નાના પ્રતિક લાડુ દ્વારા હોમ-યજ્ઞ, ગણપતિના ષોડશ નામના જાપ સહિતના ધાર્મિક આયોજનમાં શ્રદ્ધાળુઓ જોડાઈ શકશે. દરરોજ વધેલો પ્રસાદ રાત્રે જ જરૂરીયાતમંદોને રૂબરૂ આપવામાં આવે છે તથા પ્રસાદનો બગાડ ન થાય તેની વિશેષ કાળજી રાખવામાં આવે છે. પ્રસાદમાં દાબેલી, બ્રેડ, ભેળ, પાઉંભાજી વગેરેના આયોજન ઉપર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. બહેનોની વિશાળ સંખ્યામાં હાજરી આ મહોત્સવની વિશેષતા રહેશે.

સમિતિના ઉપપ્રમુખ મુકેશભાઈ પોપટે જણાવ્યું હતું કે મંદિર તથા આસપાસના વિસ્તારમાં પ્રદુષણ ન થાય અને સ્વચ્છતા જળવાય તે માટે ફટાકડા, અબીલ-ગુલાલ, કંકુ તથા માઈકના ઘોંઘાટ ઉપર પાબંદી રાખવામાં આવી છે. તા. 24 સપ્ટેમ્બર સુધી યોજાનારા આ વિશિષ્ટ ધાર્મિક આયોજનનો લાભ લેવા શ્રદ્ધાળુઓને અનુરોધ કરવામાં આવ્યો છે.

મહોત્સવમાં વોર્ડ નં. 10 ના નગરસેવકો અશ્વિનભાઈ ભોરણીયા, ઘનશ્યામભાઈ હેરભા, શ્રીમતિ નીતાબેન લાલ, પૂર્વ નગરસેવકો નીરૂભા વાઘેલા, ચેતનભાઈ સુરેજા, ડૉ. રાજેશ્રી ડોડીયા, કોર્પોરેટર જયોત્સનાબેન ટીલાળા, શહેર ભાજપ પૂર્વ ઉપપ્રમુખ પરેશભાઈ હુંબલ, વોર્ડના પ્રભારી ધ્યેય દોશી, વોર્ડ પૂર્વ પ્રમુખ રજનીભાઈ ગોલ, પ્રમુખ જયેશભાઈ ચોવટીયા, શહેર ભાજપના મેહુલભાઈ નથવાણી, મનીષભાઈ દેડકીયા, શહેર ભાજપ પૂર્વ મંત્રી હરેશભાઈ કાનાણી અને વિજયભાઈ પાડલીયા, કેતનભાઈ મકવાણા, વિપુલભાઈ પંડયા, ભાવેશભાઈ બુંદેલા, પાર્થ ગોહેલ, વિનુભાઈ ભટ્ટ સહિત વોર્ડના હોદ્દેદારો, આગેવાનો અને પદાધિકારીઓ વિશેષ હાજરી આપશે.

જીવનનગર સમિતિના પ્રમુખ અને એડવોકેટ જયંત પંડયાના માર્ગદર્શન હેઠળ વિવિધ સમિતિઓ દ્વારા ઉત્સવની તૈયારીઓ ચાલી રહી છે. રાજ્યના મંત્રીઓ તથા ભાજપના પદાધિકારીઓને પણ વિશેષ આમંત્રણ પાઠવવામાં આવ્યા છે. સાંસદ પુરૂષોતમભાઈ રૂપાલા, પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા અને શહેર પ્રમુખ ડૉ. માધવ દવે હાજરી આપવાના છે.

સમિતિના પ્રમુખ જયંત પંડયાના માર્ગદર્શન હેઠળ ઉપપ્રમુખ મુકેશભાઈ પોપટ, ડૉ. તેજસ ચોકસી, મંત્રી વિનોદરાય ઉપાધ્યાય, વિજયભાઈ જોબનપુત્રા, વિનોદરાય ભટ્ટ, પાર્થ ગોહેલ, રાજુ મોડેસરા, અંકલેશ ગોહિલ, હસુભાઈ મોડેસરા, હસમુખભાઈ ગોહેલ, મહિલા સમિતિના શોભનાબેન ભાણવડિયા, ભારતીબેન રાવલ, સુનિતાબેન વ્યાસ, આશાબેન મજેઠીયા, વકીલ હર્ષાબેન પંડયા, વાસંતીબેન ત્રિવેદી, કિર્તીબેન કગથરા, નેહાબેન મહેતા, જીગીષાબેન રાવલ, દિપ્તીબેન પટેલ, જયશ્રીબેન મોડેસરા, ભારતીબેન ગંગદેવ, પુજાબેન તન્ના, ગીતાબેન મકવાણા, કુસુમબેન પીઠડીયા, શીતલબેન સોલંકી, દિવ્યાબેન રાવલ, ઉષાબેન પટેલ, વિધિબેન દવે, શોભનાબેન ડાભી, કાશ્મીરાબેન દવે, ભકિતબેન ખખ્ખર, જુલીબેન ભાણવડિયા, ગીતાબેન ભટ્ટ, દિપ્તીબેન જોશી, ક્રિષ્નાબા ગોહિલ, જયોતિબેન દવે, કવિતાબેન દોશી, સંગીતાબેન બાબરીયા, કિર્તીબેન ધામેચા, રશ્મિબેન હિંડોચા, મનિષાબેન જોશી, પૂનમબેન, ભાવનાબેન, બીનાબેન, વંદનાબેન, અલ્પાબેન, ઝરણાબેન, શિવાનીબેન, સ્વીટીબેન, પારૂલબેન, સરોજબેન, હિનાબેન તથા સત્સંગ મંડળના બહેનો મહોત્સવની સફળતા માટે કામગીરી કરી રહ્યા હોવાનું અંતમાં સુનિતાબેન વ્યાસની યાદીમાં જણાવાયું છે.



















