મેડિકલના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને માનસિક સંતુલન, આંતરિક શાંતિ અને ભાવનાત્મક સ્થિરતા જાળવવા માટે ત્રણ દિવસ સુધી અપાયું માર્ગદર્શન

મોરબી, તા. 18 ઓક્ટોબર 2026: મોરબીની GMERS મેડિકલ કોલેજ ખાતે હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા મેડિકલના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી માટે ત્રિદિવસીય સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અભ્યાસ અને તબીબી ક્ષેત્રની વ્યસ્ત તથા પડકારજનક જીવનશૈલી વચ્ચે માનસિક શાંતિ જાળવવા અને તણાવનું વ્યવસ્થાપન કરવા માટે આ કાર્યક્રમમાં વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.


કાર્યક્રમ દરમિયાન સહભાગીઓને ધ્યાન, આંતરિક શુદ્ધિની પ્રક્રિયા અને પ્રાર્થના ધ્યાન જેવી પદ્ધતિઓનો પરિચય કરાવવામાં આવ્યો હતો. આ તકનીકોને દૈનિક જીવનમાં અપનાવીને મનની સ્થિરતા વધારવા, ભાવનાત્મક સંતુલન જાળવવા અને આંતરિક શાંતિનો અનુભવ કરવા અંગે વ્યવહારુ સમજ આપવામાં આવી હતી.

મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક દબાણ, જવાબદારીઓ અને સતત વ્યસ્તતા વચ્ચે પોતાના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન કેવી રીતે રાખવું તે અંગે પણ માર્ગદર્શન અપાયું હતું. નિયમિત ધ્યાન દ્વારા એકાગ્રતા વધારવા અને પડકારજનક પરિસ્થિતિઓમાં શાંત મનથી નિર્ણય લેવાની ક્ષમતા વિકસાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.


આ કાર્યક્રમમાં મેડિકલ કોલેજના ડીન, પ્રોફેસરો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. હાર્ટફુલનેસના પ્રશિક્ષકો કૌશિકાબેન અગ્રવાલ, લલિત ચંદે























