HomeAllમોરબીમાં આજે સાંજે કોંગ્રેની ખેડૂત આક્રોશ સભા : પ્રદેશ પ્રભારી, પ્રમુખ, ધારાસભ્યો...

મોરબીમાં આજે સાંજે કોંગ્રેની ખેડૂત આક્રોશ સભા : પ્રદેશ પ્રભારી, પ્રમુખ, ધારાસભ્યો સહિતના આગેવાનો સભા ગજાવશે

મોરબી: છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ખેડૂતો દ્વારા પોતાના હક માટે આંદોલન કરવામાં આવે છે ત્યારે હવે ખેડૂતનો અવાજ બનીને કોંગ્રેસ દ્વારા સરકાર સામે રણશિંગુ ફૂંકવામાં આવશે અને આજે સનાળા રાજપર રોડ ઉપર મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂત આક્રોશ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે

આ સભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી, પ્રમુખ, ધારાસભ્યો સહિતના હાજર રહેશે અને સભા ગજાવશે આ તકે મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહેશે. ખેડૂતોને જણસના પૂરતા ભાવ ન મળવા, ખેડૂતોને વીજપોલમાં જતી તેઓની જમીનનું પૂરતું વળતર ન મળવું આ રીતે અનેક પ્રકારની હાલાકી તો પડી રહી છે ત્યારે ભાજપ સરકાર કે જે વર્ષ 2022 માં ખેડૂતોની આવકને બમણી કરવાની વાતો કરતી હતી. તેણે આજે ખેડૂતોને નોધારા કરી નાખ્યા છે અને ખેડૂતોને આંદોલન કરવા પડે તેવી પરિસિ્થતિ ઉભી કરી દીધી છે તેવા સમયે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે તા.

22 ના રોજ સાંજે 4 કલાકે મોરબીના સનાળા – રાજપર રોડ ઉપર આવેલ આનંદ પાર્ટી પ્લોટ ખાતે ખેડૂત આક્રોશ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રણદીપ સુરજેવાલા તેમજ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા તુષાર ચૌધરી તેમજ શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ, ગેનીબેન ઠાકોર, પરેશ ધાનાણી, કિરીટ પટેલ (પાટણ ધારાસભ્ય), લલિત વસોયા, લલિત કગથરા, ભચુભાઈ પટેલ તેમજ ગુજરાત ભરના તમામ ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત ના તમામ જિલ્લાના પ્રમુખ સહિત ગુજરાતભરના તમામ કોંગ્રેસ આગેવાનો આવવાના છે

RELATED ARTICLES

Most Popular

Recent Comments