નવરાત્રિના પર્વે ૯થી વધુ ગરબી સ્થળોએ દીકરીઓ સાથે ખુશીઓ વહેંચી ગ્રુપની બહેનોએ સેવાકીય પરંપરા જાળવી

મોરબી: નવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે સમાજસેવાની ભાવના સાથે કાર્યરત અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા મોરબીની વિવિધ ગરબીઓમાં ૫૫૦થી વધુ દીકરીઓને કપ-મગની લ્હાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. દીકરીઓના ચહેરા પર ખુશી લાવવા અને તહેવારની ઉજવણીમાં સહભાગી બનવાના હેતુથી ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આ સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું.



ગ્રુપની બહેનોએ મોરબીના વિવિધ વિસ્તારોમાં આવેલી ગરબીઓની મુલાકાત લઈને દીકરીઓને કપ-મગની લ્હાણી અર્પણ કરી હતી. આ સેવાકીય પ્રવૃત્તિમાં રાધા પાર્ક ગરબી મંડળ, સુમતીનાથ સોસાયટી, નીલકંઠ ગરબી મંડળ વિષ્ણુનગર, ભક્તિનગર-૧, નીલકંઠ મહાદેવ મંદિર, કુબેરનગર નજીકની ગરબી, ઉમિયા ગરબી મંડળ, સરસ્વતી સોસાયટી સામાકાંઠે, શક્તિ ચોક ગરબી મંડળ, ગાયત્રી ગરબી મંડળ વાઘપરા તેમજ જય માતાજી ગરબી મંડળ લીલાપર રોડ સહિતનાં સ્થળોએ લ્હાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

























