HomeAllલાખો ફોન યુઝર્સ માટે સરકારી એજન્સીએ આપી ચેતવણી: હેકિંગનું જોખમ, તરત જ...

લાખો ફોન યુઝર્સ માટે સરકારી એજન્સીએ આપી ચેતવણી: હેકિંગનું જોખમ, તરત જ કરી લો આ જરૂરી કામ

ભારતીય: સ્માર્ટફોન વપરાશકર્તાઓ માટે દેશની ટોચની સાયબર સુરક્ષા એજન્સી CERT-In દ્વારા એક અત્યંત મહત્ત્વપૂર્ણ સિક્યોરિટી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એજન્સીના જણાવ્યા અનુસાર એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમમાં ગંભીર ટેકનિકલ ખામીઓ સામે આવી છે, જેનો દુરુપયોગ કરીને હેકર્સ યુઝર્સના ફોન પર નિયંત્રણ મેળવી શકે છે. સુરક્ષા એજન્સીએ લાખો સ્માર્ટફોન ધારકોને સાયબર હુમલાથી બચવા માટે પોતાના ડિવાઇસને તાત્કાલિક લેટેસ્ટ અપડેટ સાથે ઇન્સ્ટોલ કરી લેવાની કડક સલાહ આપી છે. CERT-In દ્વારા 4 નવેમ્બર 2026ના રોજ આ સંદર્ભે ‘ક્રિટિકલ વલ્નરેબિલિટી નોટ’ (CIVN-2026-0536) બહાર પાડવામાં આવી છે.કયા એન્ડ્રોઇડ વર્ઝન પર તોળાઈ રહ્યું છે સંકટ?

જો તમે એન્ડ્રોઇડ સ્માર્ટફોન વાપરો છો અને નીચે જણાવેલા ચોક્કસ ઓએસ વર્ઝન પર તમારો ફોન કાર્યરત છે, તો તમારે તુરંત સતર્ક થવાની જરૂર છે:

● એન્ડ્રોઇડ 14 : ● એન્ડ્રોઇડ 15 : ● એન્ડ્રોઇડ 16 : ● એન્ડ્રોઇડ 16 QPR 2. ● લેટેસ્ટ એન્ડ્રોઇડ 17 વર્ઝન : સિસ્ટમમાં ગંભીર ખામી: હેકર્સ ખાલી કરી શકે છે બેંક ખાતું : સરકારી એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે કે એન્ડ્રોઇડના મુખ્ય કમ્પોનન્ટ્સ એટલે કે ફ્રેમવર્ક અને સિસ્ટમ સાથે જોડાયેલા મહત્ત્વપૂર્ણ ભાગોમાં આ ખામીઓ મોજૂદ છે:

હેકર્સ આ સિસ્ટમ લૂપહોલ્સનો ફાયદો ઉઠાવીને યુઝરના ફોનને રિમોટલી હેક કરી શકે છે. ડિવાઇસમાં છેડછાડ કરીને નકલી કે શંકાસ્પદ લિંક્સ પર ક્લિક કરાવી શકાય છે અથવા માલવેર એપ ડાઉનલોડ કરાવી શકાય છે. આ પ્રકારના સાયબર ફ્રોડ દ્વારા હેકર્સ યુઝર્સનો અંગત ડેટા ચોરીને બેંક ખાતું ખાલી કરી શકે તેવી ગંભીર આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ગૂગલે જારી કર્યા સિક્યોરિટી પેચ : આ ટેકનિકલ ખામી સામે આવતાં જ ગૂગલે તેનો ઉકેલ લાવી દીધો છે. ગૂગલે 2 નવેમ્બર 2026ના રોજ એન્ડ્રોઇડ સિક્યોરિટી બુલેટિનમાં આ તમામ વલ્નરેબિલિટીઝની વિગતો શેર કરી હતી.

કંપની દ્વારા સુરક્ષા ખામીઓને દૂર કરવા માટે ઓફિશિયલ સિક્યોરિટી પેચ પણ રોલઆઉટ કરી દેવામાં આવ્યા છે. તમામ યુઝર્સ માટે પોતાના ફોનની ઓપરેટિંગ સિસ્ટમ અને સિક્યોરિટી અપડેટ્સ હંમેશાં અપ-ટૂ-ડેટ રાખવી અનિવાર્ય છે. તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનને કેવી રીતે અપડેટ કરશો?

ફોનને સુરક્ષિત રાખવા માટે આ સરળ સ્ટેપ્સ અનુસરો: સૌપ્રથમ તમારા સ્માર્ટફોનના Settingsમાં જાઓ.નીચે સ્ક્રોલ કરીને System અથવા Software Update સેક્શન પસંદ કરો.ત્યાં આપેલા Check for Updates વિકલ્પ પર ક્લિક કરો.જો કોઈ નવું સોફ્ટવેર કે સિક્યોરિટી અપડેટ ઉપલબ્ધ દેખાય, તો વિલંબ કર્યા વિના તેને ડાઉનલોડ કરીને તાત્કાલિક ઇન્સ્ટોલ કરી લો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments