HomeAllમોરબીમાં ટ્રાફિક નિયમન માટે ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધીનો માર્ગ વન-વે જાહેર:...

મોરબીમાં ટ્રાફિક નિયમન માટે ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધીનો માર્ગ વન-વે જાહેર: ૭ ફેબ્રુઆરી, ૨૦૨૭ સુધી જાહેરનામું અમલી

રવાપર ચોકડી અને નવા બસ સ્ટેન્ડ તરફથી આવતા વાહનો ભક્તિનગર સર્કલ થઈ દલવાડી સર્કલ અને પંચાસર-વાવડી ચોકડી તરફ જઈ શકશે

મોરબી, તા. ૦૭ નવેમ્બર, ૨૦૨૬: મોરબી શહેરમાં વધતી જતી વસ્તી, ઔદ્યોગિક વિકાસ, આવાસની ગીચતા તેમજ શહેરના જૂના અને સાંકડા માર્ગોને ધ્યાનમાં રાખીને ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ બનાવવા અને જાહેર હિતમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ તરફના માર્ગને વન-વે જાહેર કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામા અનુસાર ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ તરફ જતો માર્ગ વન-વે રહેશે. જ્યારે રવાપર ચોકડી અને નવા બસ સ્ટેન્ડ તરફથી આવતા વાહનચાલકો માટે ઉમિયા સર્કલથી ભક્તિનગર સર્કલ થઈ દલવાડી સર્કલ અને ત્યાંથી પંચાસર ચોકડી તથા વાવડી ચોકડી તરફ જવાનો વૈકલ્પિક રૂટ નિર્ધારિત કરવામાં આવ્યો છે.

આ જાહેરનામું આગામી ૭ ફેબ્રુઆરી, ૨૦૨૭ સુધી દરરોજ સવારે ૭:૦૦ કલાકથી રાત્રે ૧૦:૦૦ કલાક સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર બનશે.

મોરબી શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ અને વાહનવ્યવહારને સરળ બનાવવા માટે વાહનચાલકોએ જાહેર કરાયેલા વન-વે રૂટનું પાલન કરવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments