HomeAllઆ નિર્ણય કઈ ગઈકાલે નથી લેવાયો…' પાસપોર્ટ અને નાગરિકતાના વિવાદ પર કેન્દ્ર...

આ નિર્ણય કઈ ગઈકાલે નથી લેવાયો…’ પાસપોર્ટ અને નાગરિકતાના વિવાદ પર કેન્દ્ર સરકારની સ્પષ્ટતા

કેન્દ્ર સરકારે ગુરુવારે સ્પષ્ટતા કરી કે ભારતીય પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી, આ દાયકાઓ જૂનો કાયદો છે. વિદેશ મંત્રાલયે ‘પાસપોર્ટ સેવા દિવસ’ નિમિત્તે જણાવ્યું હતું કે, પાસપોર્ટ મુખ્યત્વે મુસાફરીનો દસ્તાવેજ છે. આ નિવેદનથી વિવાદ થતા સરકારે પાસપોર્ટ એક્ટ, 1967 અને બોમ્બે હાઈકોર્ટના 2013ના ચુકાદાનો હવાલો આપ્યો. ભારતમાં નાગરિકતા જન્મ, વંશાવલી, રજીસ્ટ્રેશન કે દેશીયકરણ દ્વારા નક્કી થાય છે.

ભારતીય પાસપોર્ટને નાગરિકતાના પુરાવા તરીકે ગણી શકાય કે નહીં તે અંગે ચાલી રહેલા વિવાદ પર કેન્દ્ર સરકારે ગુરુવારે એક મોટો ખુલાસો કર્યો છે. સરકારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે,

શા માટે શરૂ થયો વિવાદ?

આ વિવાદની શરૂઆત બુધવારે થઈ, જ્યારે વિદેશ મંત્રાલય (MEA) દ્વારા ‘પાસપોર્ટ સેવા દિવસ’ નિમિત્તે ચિપ-આધારિત ઈ-પાસપોર્ટના ફાયદાઓ વિશે માહિતી આપવામાં આવી રહી હતી. આ બ્રીફિંગ દરમિયાન મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે પાસપોર્ટ એ મુખ્યત્વે મુસાફરી માટેનો દસ્તાવેજ (ટ્રાવેલ ડોક્યુમેન્ટ) છે, તેથી તેને નાગરિકતાનો અંતિમ કે પાકો પુરાવો ન ગણવો જોઈએ.

વિદેશ મંત્રાલયના આ નિવેદન બાદ વિપક્ષી નેતાઓએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે મોટી ચર્ચા જાગી હતી, લોકો સવાલ ઉઠાવી રહ્યા હતા કે જે દસ્તાવેજ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ અને ઓળખ અપાવે છે, તેને જ દેશની નાગરિકતાનો પુરાવો કેમ ન માની શકાય?

સરકારે આપ્યો કાયદા અને કોર્ટના ચુકાદાનો હવાલો

વિવાદ વધતા સરકારે વર્તમાન કાયદાઓ અને હાઈકોર્ટના જૂના ચુકાદાઓ ટાંકીને પોતાનો બચાવ કર્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે,

શું છે પાસપોર્ટ એક્ટની કલમ 20?

વિદેશ મંત્રાલયે પાસપોર્ટ એક્ટ, 1967ની કલમ 20નો ઉલ્લેખ કર્યો છે. આ જોગવાઈ મુજબ, જો કેન્દ્ર સરકારને લાગે કે તે જાહેર હિતમાં છે, તો તે ભારતના નાગરિક ન હોય તેવી વ્યક્તિને પણ પાસપોર્ટ અથવા ટ્રાવેલ ડોક્યુમેન્ટ ઈશ્યૂ કરી શકે છે. આ જ કારણ છે કે ટેકનિકલ રીતે તેને નાગરિકતાનો ચોક્કસ પુરાવો ગણવામાં આવતો નથી.

તો ભારતની નાગરિકતાનો સાચો પુરાવો કયો?

આ વિવાદ બાદ ફરી એકવાર એ સવાલ ઊભો થયો છે કે જો પાસપોર્ટ પુરાવો નથી, તો દેશમાં નાગરિકતા સાબિત કરતો અલ્ટીમેટ દસ્તાવેજ કયો છે? ફેબ્રુઆરી 2020માં સંસદમાં પણ આવો જ એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું આધાર, પાસપોર્ટ, વોટર આઈડી, પાન કાર્ડ કે જન્મ પ્રમાણપત્રને નાગરિકતાનો અંતિમ પુરાવો ગણી શકાય?

ત્યારે ગૃહ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે,

કઈ રીતે નક્કી થાય છે નાગરિકતા?

ભારતમાં કોઈપણ વ્યક્તિની નાગરિકતા સિંગલ કાર્ડ કે દસ્તાવેજના આધારે નહીં, પરંતુ કાયદાકીય જોગવાઈઓ અનુસાર નીચેની બાબતોના આધારે નક્કી થાય છે:

RELATED ARTICLES

Most Popular

Recent Comments