વાંકાનેરના કુંભારપરા ચોક ખાતે સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી કરાઈ

વાંકાનેર: 26-11-2026: ભારતના બંધારણ દિવસ નિમિત્તે વાંકાનેરના કુંભારપરા ચોક ખાતે ભારત રત્ન અને ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાંજે 6 વાગ્યે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના પ્રત્યે આદરભાવ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે મોરબી જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા સહિત ભાજપના કાર્યકર્તાઓ અને ભાઈઓ-બહેનો ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન ભારતીય બંધારણના મૂલ્યો, સમાનતા, ન્યાય અને રાષ્ટ્રપ્રેમના સંદેશને જનજન સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા આ કાર્યક્રમમાં બાબાસાહેબ આંબેડકરના વિચારો અને દેશના બંધારણીય મૂલ્યોને યાદ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અહેવાલ: અજય કાંજિયા, રિપોર્ટર: દિવ્યક્રાંતિ ન્યૂઝ, વાંકાનેર.































