મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા વિડી ભોજપરા ગ્રામ પંચાયત અને રામપરા વન્યપ્રાણી અભયારણ્યની મુલાકાત

મોરબી: તા. ૨૭ નવેમ્બર, ૨૦૨૬: મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા વિડી ભોજપરા ગ્રામ પંચાયતની મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન ગ્રામ પંચાયતના દફતરની તપાસણી કરી વહીવટી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. તપાસણી દરમિયાન ગ્રામ પંચાયત હેઠળ આવતા તમામ નમૂના નંબરો તેમજ વિવિધ રેકોર્ડ રજિસ્ટરોની ઝીણવટપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી.

આ ઉપરાંત, ગ્રામ પંચાયતના હાજર અધિકારીઓને ગ્રામજનોની સુવિધા અને સુખાકારીમાં વધારો થાય તે દિશામાં જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયતની વહીવટી કામગીરીની સમીક્ષા બાદ જિલ્લા કલેક્ટર દ્વારા રામપરા વન્યપ્રાણી અભયારણ્યની મુલાકાત લેવામાં આવી હતી અને અભયારણ્ય ખાતે સ્થળ પર ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ મુલાકાત દરમિયાન મદદનીશ વન સંરક્ષક પ્રતીક નારોલીયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર મોનાલી કટોચ તેમજ વાંકાનેર મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા.