HomeAllભારતમાં ઘટશે પેટ્રોલ-ડીઝલના ભાવ? સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને આવી મોટી ખુશખબર

ભારતમાં ઘટશે પેટ્રોલ-ડીઝલના ભાવ? સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને આવી મોટી ખુશખબર

ઈરાન-અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવના કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પરથી જહાજોની અવર-જવર પર પ્રતિબંધના કારણે દુનિયાના ઘણા દેશોમાં ક્રૂડ અછતની સ્થિતિ સર્જાઈ છે. ગત ઘણા દિવસોથી ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. હવે અમેરિકા અને ઈરાનની વચ્ચે 60 દિવસોનો યુદ્ધ વિરામ આગળ વધારવાને લઈને શરૂઆતી સહમતિ બાદ ક્રૂડની કિંમતોમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. આજે શુક્રવારે સવારે 7 વાગ્યે બ્રેન્ટ ક્રૂડનો ભાવ 0.22 ટકા ગબડીને 93 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયો છે. અમેરિકી ક્રૂડ ઓઈલ WTI પણ લગભગ 88 ડોલર પ્રતિ બેરલની આસપાસ કારોબાર કરતો દેખાયો છે.

અમેરિકા અને ઈરાનની વચ્ચે કરારથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દ્વારા ક્રૂડ સપ્લાય ફરી સામાન્ય થવાની આશા વધી છે, જેનાથી બજારમાં રાહતનો માહોલ બન્યો છે. આ મહિને ક્રૂડની કિંમતોમાં લગભગ 18 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે, જેનાથી બજારમાં થોડી રાહતની સ્થિતિ છે.

કયા કારણથી ઘટ્યો ક્રૂડનો ભાવ?- CNBCના પ્રમાણે, Axiosના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, હોર્મુઝથી તેલ શિપમેન્ટ કોઈપણ રોકટોક વગર ફરી શરૂ થઈ શકે છે. જો કે,આ મામલે સંબંધિત એક સૂત્રના પ્રમાણે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હજુ સુધી આ કરારની શરતોને અંતિમ મંજૂરી આપી નથી.

જો કે, અમેરિકા અને ઈરાનની વચ્ચે પહેલાથી જ ઘણીવાર વાતચીત આગળ વધવાના દાવા કરવામાં આવ્યા, પરંતુ દરેક વખતે મામલો પૂરી રીતે ઉકેલાઈ ન શક્યો. તેમ છતાય બજારને આશા છે કે, વહેલી તકે કરાર થઈ શકે છે. આ આશાના કારણે બ્રેન્ટ ક્રૂડ આ મહિને 2020 બાદ સૌથી મોટા માસિક ઘટાડા તરફ વધી રહ્યો છે.

કેમ ઘટી જશે પેટ્રોલ-ડીઝલના ભાવ?- જો ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડો યથાવત રહે છે અને બ્રેન્ટ ક્રૂડ 93 ડોલર પ્રતિ બેરલની આસપાસ જળવાઈ રહે છે અથવા તેનાથી નીચે આવે છે, તો આવનારા સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવાની શક્યતા વધી શકે છે. સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ સસ્તુ થવાથી ક્રૂડ કંપનીઓનો ખર્ચ ઘટી શકે છે, જેનો ફાયદો ગ્રાહકોને પણ મળી શકે છે. જો કે, અંતિમ નિર્ણય તેલ કંપનીઓ અને સરકારની નીતિ પર નિર્ભર કરશે.

શું હજુ પણ હોર્મુઝ પર દબાણ બનેલું છે?- વોશિંગટન અને તેહરાનની વચ્ચે તણાવ વધવાથી હોર્મુઝ પર દબાણ બનેલું છે. આ રસ્તાથી દુનિયામાં મોટી માત્રામાં ક્રૂડ સપ્લાય થાય છે, પરંતુ મુશ્કેલી આવવાથી રોજના લાખો બેરલ ક્રૂડની સપ્લાય પર અસર પડે છે. તેનાથી વૈશ્વિક ઊર્જા બજારમાં ભારે ઉથલ-પાથલ અને ચિંતાનો માહોલ છે.

જો યુદ્ધવિરામ લંબાવવા માટે કરાર થઈ જાય તો પણ, પરંતુ તેલ સપ્લાય સામાન્ય થવી સરળ નથી. હોર્મુઝમાંથી લેન્ડમાઈન સાફ કરવા, બંધ પડેલા તેલ ક્ષેત્રોને ફરીથી શરૂ કરવા અને ડ્રોન અને મિસાઈલ હુમલાથી નુકસાન પામેલા ઊર્જા માળખાને સુધારવામાં ઘણો સમય લાગી શકે છે. આ ઉપરાંત, તેલ વહન કરતા જહાજોને આયાત કરતા દેશો સુધી પહોંચવામાં ઘણા સપ્તાહ લાગશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments