HomeAllપ્લાસ્ટીકની ચલણી નોટો લાવવા તૈયારી, 2012થી ચર્ચામાં રહેલા એજન્ડાને હવે અમલમાં મુકાશે

પ્લાસ્ટીકની ચલણી નોટો લાવવા તૈયારી, 2012થી ચર્ચામાં રહેલા એજન્ડાને હવે અમલમાં મુકાશે

ગ્લોબલ વોર્મિંગની અસર ભારતીય ચલણી નોટો પર પણ પડી રહી છે તેમ કરીએ તો કદાચ રમુજ લાગશે પણ દેશમાં નવી તરતી મુકાયેલી ચલણી નોટોનું સેલ્ફ લાઈફ એટલે કે ચલણમાં રાખી શકાય તે થઈ રહ્યું છે ત્યારે ગરમી-પરસેવા વાતાવરણની અસરથી ચલણી નોટો ફાટવાનું રદ્દી થવાનું પ્રમાણ વધ્યુ છે.

તો બીજી તરફ નોટો છાપવાનો ખર્ચ પણ વધ્યો છે તેની સરકાર હવે ફરી એક વખત પ્લાસ્ટીક-પોલીમોરની ચલણી નોટો લાવવા વિચારણા કરી રહી છે. ચલણી નોટો લાંબી ચાલે. ઓછામાં ઓછી ફાટે-તૂટે કે ડાઘા વિહીન રહે તે માટે આ પ્રકારની નોટો ઉપયોગી બની શકે છે અને ટુંક સમયમાં જે પ્રયોગ કરી સફળ રહે તો તબકકાવાર આ પ્રકારે પ્લાસ્ટીક નોટો ચલણમાં આવી જશે.

ખાસ કરીને ચલણી નોટોના પ્રિન્ટીંગ વર્ષમાં મોટો લાભ થશે. 2024-25ના વર્ષમાં નોટોના પ્રિન્ટીંગ ખર્ચ રૂા.6372.8 કરોડ નોંધાયો જે 2023-24માં 5101.4 કરોડ હતો. નોટોની પ્રિન્ટીંગ કિંમત વધતી જ જાય છે. સૂચના માટે ખાસ ડિઝાઈન ખર્ચ પણ વધી ગયો છે. જેની સામે પ્લાસ્ટીક કે પોલીમોરની નોટો વધુ લાંબી ચાલશે.

રિઝર્વ બેન્કને જૂની-ફાટેલી નોટોનો સાચવવાનો અને નિકાસ કરવાનો ખર્ચ પણ વધી ગયો છે. 2024-25માં રિઝર્વ બેન્કે 238563 લાખ ફાટેલી નોટોનો નિકાલ કર્યો હતો જે અગાઉના વર્ષમાં 212493 લાખ હતી. સૌથી વધુ 500 અને તે બાદ 100ની નોટો રદ્દીમાં વધુ આવે છે.

હવે રૂા.10-20ની નોટોની માંગ પણ વધી રહી છે. જો કે કુલ ચલણમાં તેની ટકાવારી ઓછી છે. દેશમાં જે કુલ ચલણ ફરે છે તેમાં 10ની નોટોનું પ્રમાણ 0.7% છે અને 20ની નોટોનું પ્રમાણ 0.8% છે. રિઝર્વ બેન્કે ચલણી સિકકાનો લોકો વધુ ઉપયોગ કરે તે પ્રયોગ કર્યો પણ લોકો સિકકા મોટી સંખ્યામાં સ્વીકારતા નથી.

2023/24માં 12056 લાખ સિકકા ચલણમાં હતા તે 2024/25માં 15 લાખ થઈ ગયા તો તેથી હવે દેશના પાંચ શહેરોમાં 10 રૂા.ની 1 અબજ પ્લાસ્ટીકની નોટો પહેલા તરતી મુકશે.

વાસ્તવમાં આ અંગે ચર્ચા છે કે, 2012થી શરૂ થઈ હતી પણ અમલ થઈ શકયો ન હતો. નવા એટીએમ પણ આ પ્રકારની પ્લાસ્ટીકની નોટો ઓળખી શકે તેવા બન્યા છે. દુનિયામાં 60 દેશો પોલીમોર કે પ્લાસ્ટીકની નોટો ધરાવે છે. છેક 1988માં ઓસ્ટ્રેલિયાએ તે પહેલ કરી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments