ઘરથી બિઝનેસ કરનારાઓ માટે MSME સંગઠનોની માંગ, સરકાર એન્ટરપ્રાઈઝ પાસ જાહેર કરે

નાણામંત્રી સિતારામન સાથે પ્રિ-બજેટ મીટીંગમાં MSME સંગઠનોની માંગ

નાના ધંધાર્થીઓ માટે બજેટ 2027-28 માં એ ખાસ વ્યવસ્થાની જાહેરાત થઈ શકે છે. એમએસએમઈ સંગઠનોએ સરકારને નાના ઉદ્યોગપતિઓ ધંધાર્થીઓ માટે ‘એન્ટરપ્રાઈઝ પાસ’ જાહેર કરવાની માંગ કરી છે જેનો ઉદેશ એ કારોબારીઓને રાહત આપવાનો છે.

જેઓ જગ્યાની કમીના કારણે પોતાના ઘર કે આસપાસની જગ્યાઓમાં બિઝનેસ ચલાવે છે અને જેમને સ્થાનિક બોડી જેમ કે નગરપાલિકા, વીજળી વિભાગની કાર્યવાહીનો સામનો કરવો પડે છે.

હકીકતમાં મંગળવારે નાણામંત્રી નિર્મલા સિતારામને એમએસએમઈ સંગઠનો સાથે પ્રિ-બજેટ મિટીંગ કરી હતી. આ દરમ્યાન સંગઠનોએ નાના વેપારીઓની સમસ્યા ઉઠાવી હતી. તેમનું કહેવુ હતું કે નાના ઉદ્યોગકારો સામે સૌથી મોટો પડકાર ફંડીંગ નથી, બલકે કારોબાર કરવા માટે જગ્યાની ઉપલબ્ધતા છે.

સંગઠનોએ કહ્યું હતું કે સરકાર એવી વ્યવસ્થા બનાવે જેથી નાના કારોબારી પોતાના ઘરમાં બિઝનેસ કરી શકે અને તેમણે નગરપાલિકા, વીજળી વિભાગ અને અન્ય સ્થાનિક બોડી તરફથી બિન જરૂરી પરેશાનીનો સામનો ન કરવો પડે.

સંગઠને જણાવ્યું હતું કે સ્થાનિક બોડીના નિયમોથી નાના ઉદ્યોગકારોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.

ઘરથી કારોબાર કરવા પર નગરપાલીકા તેમની પાસેથી કોમર્શીયલ પ્રોપર્ટી ટેકસ વસુલે છે કે દંડ લગાવે છે. વીજળી વિભાગ પણ કોમર્શીયલ ચાર્જ કે દંડ ફટકારે કે આવા નિયમોનાં કારણે નાના ધંધાર્થીઓને કામ કરવુ મુશ્કેલ બને છે.

ફેડરેશન ઓફ ઈન્ડીયન માઈક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝીસ (એફઆઈએસએમઈ) નું કહેવુ છે.કે નાના ઉદ્યોગકારોને એક ખાસ ‘એન્ટરપ્રાઈઝ પાસ’ જાહેર કરવો જોઈએ.

આ પાસથી નાના વેપારીઓને પોતાના ઘર કે ઉપલબ્ધ જગ્યાએ કારોબાર કરવાની મંજુરી મળી શકે સાથે સાથે પાસ ધારકોને સ્થાનિક બોડીઓની બિનજરૂરી કાર્યવાહીથી સુરક્ષા મળવી જોઈએ.

{{DK_P9}}

{{DK_P10}}

{{DK_P11}}

{{DK_P12}}

{{DK_P13}}

{{DK_P14}}

{{DK_P15}}

{{DK_P16}}

{{DK_P17}}

{{DK_P18}}

{{DK_P19}}

{{DK_P20}}

{{DK_P21}}

{{DK_P22}}

{{DK_P23}}

{{DK_P24}}

{{DK_P25}}

{{DK_REST}}