મોરબી મહાનગરપાલિકાના આશ્રય ગૃહમાં 48 નિરાધાર લોકોની નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કરાઈ

આશ્રિતોને નિઃશુલ્ક આરોગ્ય તપાસ સાથે જરૂરી દવાઓનું વિતરણ કરાયું; રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત આરોગ્યલક્ષી સેવાકાર્ય

તા. 18 નવેમ્બર 2026: મોરબી મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (DAY-NULM) અંતર્ગત મહાનગરપાલિકા કમિશનર સંગીતા શર્માના માર્ગદર્શન હેઠળ તથા UCD શાખાના સંકલનથી મોરબી મહાનગરપાલિકા સંચાલિત આશ્રય ગૃહ ખાતે નિરાધાર અને આશ્રિત લોકો માટે આરોગ્ય તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં આશ્રય ગૃહમાં રહેતા 48 જેટલા નિરાધાર લોકોની જનરલ હેલ્થ ચેકઅપ સહિત જરૂરી આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જરૂરિયાત મુજબ આશ્રિતોને નિઃશુલ્ક દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આશ્રય ગૃહમાં રહેતા નિરાધાર લોકોના સ્વાસ્થ્યની નિયમિત કાળજી લેવામાં આવે તે હેતુથી આરોગ્ય તંત્રની મદદથી દર પખવાડિયે આવા આરોગ્ય તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવે છે.

આ કામગીરીમાં આરોગ્ય વિભાગના તબીબી સ્ટાફ અને ડોક્ટરો દ્વારા સહયોગ આપવામાં આવે છે. આશ્રિતોને સમયસર આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે આ પ્રકારની વ્યવસ્થા સતત જાળવવામાં આવે છે.

મોરબી મહાનગરપાલિકા સંચાલિત આશ્રય ગૃહમાં નિરાધાર લોકોને રહેવા, જમવા, કપડાં તેમજ બાળકો માટે પ્રાથમિક શિક્ષણ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કોઈપણ નિરાધાર અથવા જરૂરિયાતમંદ વ્યક્તિ આશ્રય ગૃહની સુવિધાઓનો લાભ મેળવવા ઇચ્છતી હોય તો 9726501810 નંબર પર સંપર્ક કરી શકે છે.

{{DK_P9}}

{{DK_P10}}

{{DK_P11}}

{{DK_P12}}

{{DK_P13}}

{{DK_P14}}

{{DK_P15}}

{{DK_P16}}

{{DK_P17}}

{{DK_P18}}

{{DK_P19}}

{{DK_P20}}

{{DK_P21}}

{{DK_P22}}

{{DK_P23}}

{{DK_P24}}

{{DK_P25}}

{{DK_REST}}