HomeAllગુરૂવારથી મોરબીમાં PGVCL દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી

ગુરૂવારથી મોરબીમાં PGVCL દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી

26 જૂન વિદ્યુત સલામતી દિવસ તરીકે ઊજવવામાં આવે છે ત્યારે કર્મચારીઓ તેમજ જનસમુદાયમાં વીજ સલામતી માટે માહિતી અને સતર્કતા આવે તે હેતુ થી તા 26/06 થી 02/07 દરમિયાન આજની જાગૃતિ, આવતીકાલનું નિવારણ થીમ પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરી દ્વારા વીજ સલામતીની જાગૃતિ કેળવવા તથા ખરા અર્થમાં વીજ સલામતીનો સંદેશ છે.

વાડાના ગ્રાહકો સુધી પહોચાડવા ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા મથકે બેનરો, પેમ્ફલેટ તેમજ સ્કૂલ/ કોલેજના વિધાર્થીઓ માટે નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને ક્વિઝનું આયોજન કરવામાં આવેલ છે. અત્રેની કચેરી હેઠળના વિભાગીય તેમજ પેટા વિભાગીય કચેરી ખાતે અલગ અલગ જનજાગૃતિના અભિયાન/ કાર્યક્રમ તેમજ લાઇન પર કામ કરતા તમામ ટેકનિકલ સ્ટાફ તેમજ કોન્ટ્રાકટરના માણસોની જાગૃતિ માટે આયોજન કરેલ છે.

જે અંતર્ગત અકસ્માત નિવારણ મોકડ્રિલ, અકસ્માત નિવારણ માટે ફીડરો ઉપર પરીક્ષણ તેમજ વીજ સલામતી બાબતે જન જાગૃતિ કેળવવા માટે વિવિધ પ્રવૃતિઓ નું આયોજન કરેલ છે તેમજ તા-2/07 નાં રોજ મોરબી પીજીવીસીએલ દ્વારા વીજ સલામતીની રેલીનું આયોજન કરેલ છે.

જેમાં સલામતી તથા ઉર્જા બચત અંગેના બેનર સાથે પેમ્ફલેટનું વિતરણ દ્વારા વીજ સલામતી બાબતે સામાન્ય જનતાને અવગત થાય તેમજ હાલમાં પ્રધાન મંત્રી સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજનાનો વધુને વધુ લોકોને ફાયદો મળે તે માટે અવગત કરવાના પ્રયાસ કરવા અંગે નું આયોજન કરેલ છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments