HomeAll‘કામ કરો-ભ્રષ્ટાચાર નહીં’ : મોરબી અને માળીયા તાલુકામાં ચૂંટાયેલા ભાજપના ઉમેદવારોને રાજ્ય...

‘કામ કરો-ભ્રષ્ટાચાર નહીં’ : મોરબી અને માળીયા તાલુકામાં ચૂંટાયેલા ભાજપના ઉમેદવારોને રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની ટકોર

મોરબી માળિયા વિધાનસભા બેઠકમાં આવતી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે ત્યારે મોરબીમાં રહેતા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ્થાન ઉમાટાઉનશીપ ખાતે તમામ ભાજપના વિજેતા ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો હતો

અને આગામી પાંચ વર્ષ સુધી ભ્રષ્ટાચાર વગર સારામાં સારા કામ મોરબી અને માળીયા શહેર તથા તાલુકા વિસ્તારમાં કરવા માટેની તેઓએ ટકોર કરી હતી અને ખાસ કરીને તે કહ્યું હતું કે આ ચૂંટણીની અંદર નથી સત્તાનો દુરુપયોગ કર્યો, નથી કોઈ ટપોરીનો ઉપયોગ કર્યો તેમ છતાં પણ ભાજપનો ઝળહળતો વિજય થયો છે.

મોરબી જિલ્લા પંચાયત, મોરબી મહાનગરપાલિકા, પાંચ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકા આમ કુલ મળીને 10 સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે ચૂંટણી યોજાઈ હતી આ ચૂંટણીમાં મોરબી મહાનગરપાલિકાની 52 એ 52 બેઠક ઉપર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે જ્યારે મોરબી જિલ્લા પંચાયતની મોરબી તાલુકા વિસ્તારમાં આવતી અને માળિયા વિસ્તારમાં આવતી 8 બેઠકોમાંથી 7 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે.

તે ઉપરાંત માળિયા તાલુકા પંચાયત અને મોરબી તાલુકા પંચાયતમાં પણ ભાજપને બહુમતી મળી છે તેમજ માળિયા નગરપાલિકામાં ભાજપના 7 ઉમેદવારોનો વિજય થયો છે ત્યારે ભાજપના તમામ વિજેતા ઉમેદવારોનો કાંતિભાઈ અમૃતિયાના નિવાસ્થાન ખાતે અભિનંદન સમારોહ યોજાયો હતો જેમાં મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, લાખાભાઈ જારીયા, પ્રદીપભાઈ વાળા, મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા, માજી પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા, હરેશભાઈ બોપલિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા અને તમામ ચૂંટાયેલા સદસ્યોનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ટકોર કરતા કહ્યું હતું કે પાર્ટીને સારા માણસો જોઈએ છે, વફાદાર માણસો જોઈએ છે માટે તમને પાંચ વર્ષ મળ્યા છે તેનો સદઉપયોગ કરીને સારામાં સારી કામગીરી કરો અને ભ્રષ્ટાચાર ન કરો તેવી ટકોર કરી હતી અને ખાસ કરીને તેઓ એવું પણ કહ્યું હતું કે ચૂંટણીમાં આ વખતે નથી કોઈ સત્તાનો ઉપયોગ કર્યો, નથી કોઈ ટપોરીનો ઉપયોગ કર્યો તેમ છતાં પણ મોરબી માળિયા વિધાનસભા બેઠકમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની અંદર ભાજપનો વિજય થયો છે.

આ ભાજપના કાર્યકર્તાઓએ કરેલી મહેનતનું પરિણામ છે જેથી હવે ભાજપના કાર્યકર્તાઓને કોઈનું ફિલ્ડમાં સાંભળવું ન પડે તેવી કામગીરી કરવાની જવાબદારી ચૂંટાયેલા દરેક સભ્યોની છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments