HomeAllકેબીનેટ ફેરફારમાં શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને પડતા મુકાશે! અનેક વિવાદ સર્જયા છે

કેબીનેટ ફેરફારમાં શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને પડતા મુકાશે! અનેક વિવાદ સર્જયા છે

કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફાર સમયે શિક્ષણમંત્રી ધરમેન્દ્ર પ્રધાનનું પતુ કપાઈ શકે છે. વાજપેયી સરકારથી મોદી સરકાર આમ લાંબી રાજકીય કારકિર્દીમાં તેઓએ રાજકીય સફળતા મેળવી છે પણ મંત્રી તરીકેની કામગીરીના અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.

તેમાં પણ છેલ્લા બે માસમાં શિક્ષણ વિભાગની આબરુના ધજાગરા થાય તેમાં નીટ- સીબીએસઈ વિવાદ થયો છે છતાં ધરમેન્દ્ર પ્રધાન જેના કાર્યકાળમાં પુરી શિક્ષણ સિસ્ટમ સામે પ્રશ્ન ઉભા થયા છે.

ધો.12ના વિદ્યાર્થીઓ જેમાં હજુ કેરીયરનો પ્રારંભ કરે છે. તેથી માર્કીંગ સીસ્ટમ પણ ભુલ ભરેલી સાબીત થઈ છે પણ ધરમેન્દ્ર પ્રધાન ફકત પોતાની ભાજપ માટે ચુંટણી જીતાડવાની ક્ષમતાના કારણે જ કેબીનેટમંત્રી તરીકે સલામત છે તેવી ચર્ચા રાજકીય અને શૈક્ષણિક વર્તુળોમાં છે.

અગાઉ પેટ્રોલીયમ મંત્રી તરીકે પણ તેઓએ ભારત પેટ્રોલિયમના ખાનગીકરણની જે પ્રક્રિયા હાથ ધરી હતી તેની સામે પ્રશ્નો ઉભા થયા અને કોઈ ચોકકસ બિડરને ફાયદો થશે તેવા સંકેત વધતા જ સરકારને પુરી કવાયત રદ કરવી પડી હતી અને ત્યારબાદ પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ કોઈ સરકારી ઓઈલ કંપનીઓનું ખાનગીકરણ નહી થાય તે નિશ્ચિત કરવું પડયું હતું.

વિભાગમાં ત્રણ ભાષાની જે બળજબરીની ફોર્મ્યુલા લાદી તે પણ વિવાદી બની છે પુરતા શિક્ષકો નહી હોવા છતાં તેમાં આ ફોર્મ્યુલા અપનાવવા દબાણ કરે છે છતાં તેઓની જો સૌથી મોટી લાયકાત હોય તો રાજકીય સફળતા છે.

ઓડીસામાં વાજપેયી સરકાર સમયે બીજુ જનતાદળ-ભાજપના સંબંધો સારા રાખવામાં તેમની ભૂમિકા હતી. તેઓ સંગઠનમાં નિષ્ણાંત છે. તેઓએ કર્ણાટક-ઉતરાખંડ-ઓડીસા-હરિયાણા-ઝારખંડમાં ભાજપના ઈન્ચાર્જ તરીકે સફળતા અપાવી છે.

હવે તેઓને મંત્રીમંડળથી પુનરચનામાં પડતા મુકાય તેવી ચર્ચા છે. સંગઠનમાં તેમના જુનીયર નીતિન નબીન હવે રાષ્ટ્રીય પ્રમુખ છે. આથી તેઓ અહી પણ ફીટ બેસી શકે કે કેમ તે પ્રશ્ન છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments