
E85 Fuel Cost Per 100 KM: દેશમાં ઇથેનોલ આધારિત ઈંધણને પ્રોત્સાહન આપવા માટે ઝડપથી પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યાં છે અને E85 ફ્યૂલને ભવિષ્યના મહત્વપૂર્ણ વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યું છે. E85માં 85 ટકા ઇથેનોલ અને 15 ટકા પેટ્રોલ હોય છે. સરકારનું માનવું છે કે, તેનાથી કાચા તેલની આયાત પર નિર્ભરતા ઓછી થશે અને ખેડૂતોને પણ ફાયદો મળશે. પરંતુ સામાન્ય વાહન ચાલકોના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે, કે E85નો ઉપયોગ કરવા પર હકીકતમાં કેટલી બચત થશે?

જો કોઈ વ્યક્તિ રોજ લાંબું અંતર કાપે છે તો ઈંધણ ખર્ચમાં નાનકડું અંતર પણ મહિનાના અંતે મોટી બચતમાં ફેરવાય શકે છે. જો કે એ સમજવું જરૂરી છે કે, E85નો ઉપયોગ માત્ર ફ્લેક્સ ફ્લૂલ એન્જિનવાળી ગાડીઓમાં જ કરી શકાય છે. એવામાં આવો સમજીએ કે, 100 કિમીની મુસાફરી પર E85 અને સામાન્ય પેટ્રોલ વચ્ચે ખર્ચમાં કેટલો ફરક પડે?

રિપોર્ટ અનુસાર E85ની કિંમત સામાન્ય પેટ્રોલથી ઘણી ઓછી હોઈ શકે છે. જેનાથી પ્રતિ કિલોમીટર ચલાવવાના ખર્ચમાં ઘટાડો થઈ શકે છે. ઉદાહરણ તરીકે જો પેટ્રોલની કિંમત આશરે 100 રૂપિયા પ્રતિલીટર અને E85ની કિંમત આશરે 82 રૂપિયા પ્રતિ લીટર માનવામાં આવે તો, ખર્ચમાં સ્પષ્ટ અંતર જોવા મળે છે. જો કે ઇથેનોલની ઊર્જા ક્ષમતા પેટ્રોલ કરતા થોડી ઓછી હોય છે. એટલે E85 પર માઈલેજ થોડી ઓછી મળી શકે છે.

તેમ છતાં તેની ઓછી કિંમતને કારણે કુલ રનિંગ કોસ્ટમાં બચત શક્ય છે. જો કોઈ ફ્લેક્સ ફ્યુઅલ કાર 100 કિલોમીટરનું અંતર કાપે છે, તો પેટ્રોલની તુલનામાં E85 પર ખર્ચ ઓછો આવી શકે છે. આ જ કારણે સરકાર અને વાહન નિર્માતાઓ આ ઈંધણને ભવિષ્યના વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી આ તફાવત હજારો રૂપિયાની બચતમાં ફેરવાઈ શકે છે.

ધારો કે તમારા કારની એવરેજ 20 કિમી પ્રતિલીટર છે અને જો તમે રોજની 100 કિમી કાર ચલાવો છો. તો 100 રૂપિયા પ્રતિલીટર પેટ્રોલના હિસાબે તમારો પેટ્રોલનો ખર્ચ 500 રૂપિયા આવશે. બીજી બાજુ E85 ફ્યૂલનો ભાવ 82 રૂપિયા પ્રતિલીટર હોય તો પાંચ લીટરનો ભાવ 410 આવે. આમ 100 કિમી કાર ચલાવવા રોજના 90 રૂપિયા બચત થશે. જો મહિને ગણીએ તો આ બચત 2100 રૂપિયા જેવી થાય. જો કે એક વાત એ પણ સમજવી જરૂરી છે, કે

આવી સ્થિતિમાં પ્રતિદિવસની નાની બચત મહિનાના અંતે એક મોટી રકમ બની શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નિયમિત ઉપયોગ કરનારા વાહન માલિકો દર મહિને ઈંધણના ખર્ચમાં સારી બચત કરી શકે છે. ખાસ કરીને ટેક્સી ઓપરેટર્સ, ફ્લીટ માલિકો અને લાંબા અંતરની મુસાફરી કરનારાઓને આનો વધુ ફાયદો થઈ શકે છે.

તેમ છતાં એક વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે E85નો ઉપયોગ માત્ર ફ્લેક્સ ફ્યુઅલ ટેક્નોલોજીવાળી ગાડીઓમાં જ કરવો જોઈએ. સામાન્ય E20 અથવા પેટ્રોલ એન્જિનમાં E85 ભરવાથી એન્જિન અને ફ્યુઅલ સિસ્ટમને નુકસાન થઈ શકે છે. તેથી બચતની સાથે સાથે યોગ્ય ટેક્નોલોજીનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. આવતા વર્ષોમાં જો E85નું નેટવર્ક અને ઉપલબ્ધતા વધશે, તો આ ભારતીય ઓટોમોબાઈલ બજારમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન સાબિત થઈ શકે છે.






















