HomeAllમોરબીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યથાવત, બપોરે 12:30 સુધી 49.7 ટકા વોટિંગ નોંધાયું

મોરબીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યથાવત, બપોરે 12:30 સુધી 49.7 ટકા વોટિંગ નોંધાયું

મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત આજે શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલુ રહી છે. બપોરના 12:30 વાગ્યા સુધીમાં કુલ 49.7 ટકા મતદાન નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે.

ગરમીના આકરા તાપમાન છતાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મોટી સંખ્યામાં મતદાન મથકો પર પહોંચી રહ્યા છે.

મતદાન કેન્દ્રો પર કાર્યકરો દ્વારા મતદારોને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા ખડે પગે સેવા આપવામાં આવી રહી છે, જેના કારણે વ્યવસ્થા સુચારૂ રીતે ચાલી રહી છે.

લોકશાહીમાં દરેક નાગરિક પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે તે અત્યંત જરૂરી છે. દિવ્યક્રાંતિ મીડિયા તમામ નાગરિકોને અપીલ કરે છે કે તેઓ અવશ્ય મતદાન કરી લોકશાહી મજબૂત બનાવે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments