HomeAllમોરબી મહાનગરપાલિકા ચૂંટણીમાં 65.62% મતદાન નોંધાયું

મોરબી મહાનગરપાલિકા ચૂંટણીમાં 65.62% મતદાન નોંધાયું

વોર્ડ નં. 4માં સર્વાધિક 70.71% અને વોર્ડ નં. 7માં સૌથી ઓછું 55.55% મતદાન

મોરબી : મોરબી મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી-2026 અંતર્ગત આજે સવારે 7:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. લોકશાહીના આ મહાપર્વમાં શહેરના મતદારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સત્તાવાર અંદાજિત આંકડા મુજબ સમગ્ર મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 65.62 ટકા મતદાન નોંધાયું છે.

મતદાનના આંકડાઓ મુજબ પુરુષ મતદારોમાં વધુ સક્રિયતા જોવા મળી હતી. કુલ નોંધાયેલા પુરુષ મતદારો પૈકી 69.69 ટકા લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જ્યારે મહિલા મતદારોમાં 61.20 ટકા મતદાન નોંધાયું હતું.

વોર્ડવાઈઝ આંકડાઓ પર નજર કરીએ તો વોર્ડ નં. 4માં સૌથી વધુ 70.71 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે વોર્ડ નં. 7માં સૌથી ઓછું 55.55 ટકા મતદાન નોંધાતા અહીં મતદારોનો ઉત્સાહ તુલનાત્મક રીતે ઓછો રહ્યો હતો.

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તમામ મતદાન મથકો પર શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત વાતાવરણ જોવા મળ્યું હતું. ચૂંટણી તંત્ર, પોલીસ વિભાગ તેમજ સ્ટાફ દ્વારા જરૂરી વ્યવસ્થાઓ સુચારૂ રીતે સંભાળવામાં આવી હતી.

વોર્ડવાર મતદાન ટકાવારી નીચે મુજબ રહી :

વોર્ડ નં. 1 – 68.14%
વોર્ડ નં. 2 – 66.56%
વોર્ડ નં. 3 – 65.72%


વોર્ડ નં. 4 – 70.71%
વોર્ડ નં. 5 – 66.80%
વોર્ડ નં. 6 – 62.94%
વોર્ડ નં. 7 – 55.55%


વોર્ડ નં. 8 – 67.57%
વોર્ડ નં. 9 – 64.61%
વોર્ડ નં. 10 – 67.38%
વોર્ડ નં. 11 – 66.67%

RELATED ARTICLES

Most Popular

Recent Comments