HomeAllદ્વારકાની માનસી કાનાણીની GPSCમાં સફળતા, ગુજરાત સરકારમાં ક્લાસ-2 અધિકારી તરીકે પસંદગી

દ્વારકાની માનસી કાનાણીની GPSCમાં સફળતા, ગુજરાત સરકારમાં ક્લાસ-2 અધિકારી તરીકે પસંદગી

૨૯-૧૦-૨૦૨૬: મૂળ જામખંભાળિયા અને હાલ દ્વારકામાં નિવાસ કરતા સુરેશચંદ્ર કાનાણીની સુપુત્રી તથા દ્વારકાના જાણીતા સેવાભાવી ડો. સાગર કાનાણીની બહેન કુ. માનસી સુરેશચંદ્ર કાનાણીએ ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવામાં આવેલી સ્પર્ધાત્મક પરીક્ષા અને ઇન્ટરવ્યુમાં સફળતા મેળવી ગુજરાત સરકારમાં ક્લાસ-2 અધિકારી (ADR) તરીકે પસંદગી મેળવી છે.

માનસીએ પોતાની મહેનત, લગન અને દૃઢ નિશ્ચયના બળે આ સિદ્ધિ હાંસલ કરીને કાનાણી પરિવાર સાથે રઘુવંશી સમાજ અને દેવભૂમિ દ્વારકા પંથકનું ગૌરવ વધાર્યું છે. તેમની આ સફળતાને પગલે પરિવારજનો અને સમાજમાં આનંદની લાગણી પ્રસરી છે.

માનસી કાનાણીની આ સિદ્ધિ બદલ પરિવારજનો, સ્નેહીજનો અને અનેક શુભેચ્છકોએ તેમને અભિનંદન પાઠવી ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે. (રિપોર્ટ : અજય કાંજીયા)

RELATED ARTICLES

Most Popular

Recent Comments