
૨૯-૧૦-૨૦૨૬: મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા અબોલ જીવોની સેવા તથા કર્તવ્ય નંદી ઘરના નવા પ્રોજેક્ટના લાભાર્થે ફટાકડાં વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન આગામી ૩૦ ઑક્ટોબરથી ૮ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન રત્નકલા ગ્રાઉન્ડ, સ્કાય મોલની બાજુમાં, શનાળા રોડ, મોરબી ખાતે યોજાશે.

આ સેવાકીય પ્રવૃત્તિના માધ્યમથી મોરબીના નાગરિકોને ફટાકડાંની ખરીદી કરીને જીવદયાના ઉમદા કાર્યમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે. આ આયોજનમાંથી મળતા સહયોગનો ઉપયોગ અબોલ જીવોની સેવા અને કર્તવ્ય નંદી ઘરના નવા પ્રોજેક્ટના લાભાર્થે કરવામાં આવશે.

કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા નાગરિકોને આ સેવાકીય અભિયાનમાં જોડાઈને અબોલ જીવો પ્રત્યે કરુણા અને સંવેદનાની ભાવના વ્યક્ત કરવા અપીલ કરવામાં આવી છે. દિવાળીના પર્વની ઉજવણી સાથે જીવદયાના કાર્યમાં યોગદાન આપીને સમાજના વધુ લોકો આ ઉમદા પહેલમાં સહભાગી બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
























