
ઈલેકટ્રીક ગાડીઓની બેટરી બનાવનારી દુનિયાની સૌથી મોટી કંપનીઓ પૈકી એક કોન્ટેમ્પરરી એમ્પેરેકસ ટેકનોલોજી લિમિટેડ (સીએટીએસ)એ એક નવી બેટરી ટેકનીક રજુ કરી છે. આનાથી ઈલેકટ્રીક ગાડીઓ ઝડપથી ચાર્જ થશે અને વધુ અંતર નિશ્ચિત કરી શકાશે.

કંપનીના માલિક રોબિન જેંગ યુચુને જણાવ્યું હતું કે નવી બેટરી માત્ર 6 મિનિટમાં 10 ટકાથી 98 ટકા સુધી ચાર્જ થઈ જાય છે. જયારે ઈલેકટ્રીક કાર બનાવનારે ‘બીવાયડી’ની બેટરીને ચાર્જ થવામાં લગભગ 9 મિનિટ લાગે છે.

એક ચાર્જમાં 1500 કિલોમીટર: સીએટીએસએએ નવી બેટરી પણ ડિઝાઈન કરી છે, જે હળવી છે પરંતુ એકવાર ચાર્જ થવા પર લગભગ 1500 કિલોમીટર સુધી ગાડી ચલાવી શકાય છે, પહેલા આટલા અંતર માટે વધુ ભારે બેટરી લાગતી હતી, પરંતુ હવે વજન ઓછુ કરી દેવાયું છે, જેથી ગાડીનું પર્ફોર્મન્સ પણે બહેતર રહેશે.


























