
આ વર્ષે પરિક્રમા રૂટમાં લાઇટની વ્યવસ્થા : આગજનીની ઘટના ટાળવા ફાયર બ્લોઅર સાથે એસડીઆરએફની બે ટુકડી ખડેપગે

તા.20 નવેમ્બરની મધ્યરાત્રીથી શરૂ થતી ગિરનાર લીલી પરિક્રમા માટે વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે. જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગિરનાર લીલી પરિક્રમાનો સમગ્ર માર્ગ વન્યજીવ અભયારણ્ય વિસ્તારમાં આવે છે અને વન વિભાગ દ્વારા માર્ગનું નિરીક્ષણ કરી તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરએ ખાસ ઉમેર્યું કે, સાધુ-સંતો સાથે બેઠક યોજી તેમના સૂચનો મેળવ્યા બાદ પરિક્રમાના આયોજન અંગે જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા છે. તા.20 નવેમ્બરની મધ્યરાત્રિએ પ્રારંભ થશે. ભાવિકોએ નિર્ધારિત સમય કરતાં વહેલા પહોંચવું નહીં.

વહેલા પહોંચવાથી પ્રવેશદ્વાર પર ભીડ થવાની અને અન્ય શ્રદ્ધાળુઓને અગવડતા પડવાની શક્યતા છે. ગિરનાર વિસ્તારમાં પાણીની અછતની સ્થિતિ છે. તેમ છતાં ભાવિકોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે પૂરતા પ્રમાણમાં બોરની વ્યવસ્થા કરવામાં આવી છે. ગત વર્ષે પાંચ હજાર લીટરની ક્ષમતાના 29 ટેન્ક વિવિધ સ્થળોએ મૂકવામાં આવ્યા હતા. તેની સામે આ વર્ષે અત્યાર સુધીમાં 51 ટેન્ક મૂકવામાં આવ્યા છે.

માળવેલા અને નળપાણીની ઘોડી પર પણ પાણી પહોંચાડવામાં આવ્યું છે, જેથી ઉપરના વિસ્તારોમાં પણ ભાવિકોને પીવાનું પાણી ઉપલબ્ધ થઈ શકે. પરિક્રમાના સમગ્ર માર્ગ પર પૂરતા પ્રમાણમાં લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી રાત્રિના સમયે પણ શ્રદ્ધાળુઓ સુરક્ષિત રીતે પરિક્રમા કરી શકે. આરોગ્ય સેવાઓ માટે રૂટ પર સાત સ્થળોએ ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફની ટીમ તૈનાત રહેશે. સાથે જ બાઈક એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ભવનાથ ખાતે આઈસીયુ સેન્ટરનું સેટઅપ કરવામાં આવ્યું છે, જેથી કોઈ કટોકટીની સ્થિતિમાં દર્દીને બાઈક એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક રેસ્ક્યૂ કરીને ભવનાથ ખાતે સારવાર માટે લાવી શકાય.

ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. પોલીસ અને વન વિભાગ દ્વારા અલગ-અલગ સ્થળોએ તપાસ કરવામાં આવશે. 10 જેટલી એન્ટી પ્લાસ્ટિક સ્ક્વોડ પણ બનાવવામાં આવી છે. ઓછા વરસાદના કારણે ગિરનારમાં સૂકાં પાંદડાઓથી આગ લાગવાનું જોખમ પણ રહેલું છે. આ સ્થિતિને ધ્યાને રાખીને વન વિભાગ દ્વારા પાંચ દવ ટુકડીઓ વિવિધ ઘોડીઓ પર તૈનાત કરવામાં આવી છે.

ઉપરાંત આશરે 30 રાવટીઓ પર ફાયર બ્લોઅરની વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ તથા વન વિભાગની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેશે. બંને વિભાગના અંદાજે 2,500 જેટલા કર્મચારીઓ ભવનાથ અને પરિક્રમાના રૂટ પર તૈનાત રહેશે. આ ઉપરાંત એસડીઆરએફની બે વધારાની ટુકડીઓ ફાળવવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે, મહાશિવરાત્રિના મેળાની જેમ જ ગિરનાર લીલી પરિક્રમામાં પણ યાત્રિકોની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને વાહનવ્યવસ્થા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

ગિરનાર દરવાજા અને ભવનાથ તરફ આવવા-જવા માટેનો એક જ માર્ગ હોવાથી આ માર્ગ પર વાહનોનું નિયંત્રણ રાખવામાં આવશે. ઉપરાંત રિક્ષા એસોસિયેશન સાથે બેઠક યોજીને ચર્ચા કરવામાં આવી છે. પોલીસ વિભાગ દ્વારા રિક્ષાઓને અધિકૃત પાસ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પાસ ધરાવતી રિક્ષાઓને ગિરનાર દરવાજા અને ભરડાવાવથી જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડ સુધી અવરજવર કરવાની મંજૂરી આપવામાં આવશે. અન્ય ફોરવ્હીલર અને વાહનો માટે પણ પાસની વ્યવસ્થા કરવામાં આવશે.

આશ્રમમાં જતાં વાહનોને આશ્રમ સુધી જવાની મંજૂરી રહેશે, જ્યારે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોનાં વાહનોને તેમના સ્થળ સુધી જવાની છૂટ આપવામાં આવશે. અન્ય વાહનો માટે જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડમાં પાર્કિંગની વ્યવસ્થા રહેશે. જૂનાગઢના નાગરિકો માટે બાઈક પર આવવા-જવા બાબતે કોઈ પાસની વ્યવસ્થા રાખવામાં આવી નથી અને તેઓ જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડ સુધી જઈ શકશે. જોકે, સાંજના સમયે આ માર્ગ પર યાત્રાળુઓની ભીડ વધુ રહેતી હોય, આમ, યાત્રાળુઓની સુવિધા માટે સાંજે 6થી 11 દરમિયાન બાઈકની અવરજવર અટકાવાશે. ગિરનાર પરિક્રમાના શ્રધ્ધાળુઓની સુવિધા માટે એસ.

ટી. નિગમ દ્વારા 450 બસો દોડાવાશે જૂનાગઢથી ભવનાથ તળેટી વચ્ચે 50 મિની બસોનું સંચાલન કરવામાં આવશે જુનાગઢ, તા.18 ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, જૂનાગઢ વિભાગ દ્વારા ગિરનાર પરિક્રમા 2026 માટે શ્રદ્ધાળુઓની સુવિધા અર્થે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન અંતર્ગત જૂનાગઢ બસ સ્ટેશનથી ભવનાથ તળેટી વચ્ચે 50 મિની બસો દ્વારા એક્સ્ટ્રા સંચાલન હાથ ધરાશે તેમજ જરૂર જણાયે વધારાની બસો પણ મૂકવામાં આવશે. મુસાફરોની સુવિધા માટે બસ સ્ટેશન પર આધુનિક મંડપ સાથે 1 થી 4 પ્લેટફોર્મ, 8 ક્યુ લાઈન, હાઈજેનિક ટોયલેટ બ્લોક, સી. સી.

ટી. વી. કેમેરા, આર. ઓ. શુદ્ધ પીવાનું પાણી અને બે વધારાના રિઝર્વેશન કાઉન્ટર ઊભા કરવામાં આવ્યા છે.

નિગમની તમામ બસોમાં 100% જી. પી. એસ. ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા મોનિટરિંગ રાખવામાં આવશે અને શ્રદ્ધાળુઓ ઓ. ટી.

પી. એલ. મશીન દ્વારા કેશલેસ કે ડિજિટલ પેમેન્ટ કરી શકશે. જૂનાગઢથી સોમનાથ, દ્વારકા, અમદાવાદ, વડોદરા, કચ્છ, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર અને મોરબી આવતા-જતા શ્રદ્ધાળુઓ માટે 230 બસો તથા અન્ય વિભાગોની 170 બસો મળી કુલ 450 બસો દ્વારા સંચાલન થશે. આ સમગ્ર મેળા દરમિયાન નિગમના અધિકારીઓ, સુપરવાઈઝરો અને અન્ય કર્મચારીઓ મળી કુલ 750થી વધુ કર્મચારીઓ પોતાની ફરજ બજાવશે.

પરિક્રમાનો નિયત રૂટ જાહેર કરાયો ભાવિકોને રૂટ પર ચાલવા અનુરોધ જુનાગઢ, તા.18 આ વર્ષે પરિક્રમાં તા.20/11/2026થી શરૂ થનાર છે. પરિક્રમામાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ જોડાશે, જેથી જંગલ, વન્યપ્રાણી અને પર્યાવરણના હિતની જાળવણી તથા નિયમન કરવાનું જરૂરી હોય જૂનાગઢ વન વિભાગના નાયબ વન સંરક્ષકશ્રીએ પરિક્રમાર્થીઓને ખાસ અનુરોધ કર્યો છે. જે મુજબ ગિરનાર અનામત જંગલ વિસ્તાર માં આવેલ પક્રિમાના રસ્તા તથા કેડીઓ ભવનાથ થી રૂપાયતનનો રસ્તો, રૂપાયતનથી ઈંટવા સુધીનો રસ્તોર, ઈટવાથી ચાર ચોક થઇ ઝીણાબાવાની મઢી સુધીનો રસ્તોત, જાંબુડી થાણાથી ચાર ચોક સુધીનો રસ્તોમ, ઝીણાબાવાની મઢી થી માળવેલા સુધીની કેડી, ઝીણાબાવાની મઢી થી સરકડીયા હનુમાન સુધીની કેડી,માલીડા થી પાટવડ કોઠા થઇ સુરજકુંડ સુધીનો રસ્તોા, સુરજકુંડ થી સરકડીયા સુધીનો રસ્તોે, સુરજકુંડ થી સુખનાળા સુધીનો રસ્તોં, સુખનાળા થી માળવેલા સુધીની કેડી, માળવેલાથી નળપાણીની ઘોડી સુધીની કેડી, નળપાણી ઘોડી થી નળપાણીની જગ્યાુ સુધીનો રસ્તોી, નળપાણીની જગ્યાળથી બોરદેવી ત્રણ રસ્તા સુધીનો રસ્તોી, ત્રણ રસ્તા થી બોરદેવી સુધીનો રસ્તોલ, બોરદેવી થી ભવનાથ સુધીનો રસ્તો વન વિભાગ ધ્વારા રસ્તાઓ નિયત કરાયેલ છે.

જેનો ઉપયોગ કરવા પરિક્રમાર્થીઓને જણાવવામાં આવે છે. ઉપરાંત ગિરનાર જંગલને અનામત જંગલ તરીકે જાહેર કરવામાં આવેલ છે. આથી શ્રધ્ધાળુઓએ નીચે મુજબના કાયાદાકીય સુચનો ધ્યાને લઇ પરિક્રમાં દરમ્યાન કાળજી લેવી. ગિરનાર વન્ય પ્રાણી અભયારણ્યમાં પરિક્રમા દરમિયાન ઉપરોક્ત નક્કી કરેલ રસ્તા અને કેડીઓ સિવાયના અન્ય વન્યપ્રાણી વિસ્તારમાં કોઈએ પણ પ્રવેશ કરવો નહીં અને વન્ય પ્રાણીઓને ખલેલ પહોંચાડવો નહીં કે છંછેડવા નહીં. વન્ય પ્રાણીઓમાં વૃક્ષો, વનસ્પતિ, વાંસ વગેરેનું કટીંગ કરવું નહીં.

તેમજ જંગલમાં કે કેડી રસ્તા ઉપર અગ્નિ સળગાવવા નહીં વન્યજીવો વન્ય પ્રાણીઓને નુકસાન થાય તેવા કૃત્ય કરવા નહીં અને ગુન્હો કરનાર સામે યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આજથી જુનાગઢ પરિક્રમા માટે રાજકોટ-જુનાગઢ વચ્ચે લોકલ ટ્રેન શરૂ : યાત્રિકોને રાહત ભક્તિનગર, ગોંડલ, ગોમટા, વીરપુર, નવાગઢ, જેતલસર, વડાલ સ્ટેશન પર સ્ટોપ જુનાગઢ, તા.18 પશ્ચિમ રેલવે દ્વારા જૂનાગઢ ખાતે આયોજિત પ્રસિદ્ધ પરિક્રમા મેળા દરમિયાન મુસાફરોની વધારાની ભીડને ધ્યાનમાં રાખીને તેમની સુવિધા માટે જૂનાગઢ અને રાજકોટ વચ્ચે 2 જોડી મેળા સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

1. ટ્રેન નંબર 09604/09603 રાજકોટ-જૂનાગઢ-રાજકોટ સ્પેશિયલ ટ્રેન નંબર 09604 રાજકોટ-જૂનાગઢ સ્પેશિયલ રાજકોટથી સવારે 10:25 કલાકે ઉપડી બપોરે 13:00 કલાકે જૂનાગઢ પહોંચશે. પરત ફરતી વખતે ટ્રેન નંબર 09603 જૂનાગઢ-રાજકોટ સ્પેશિયલ જૂનાગઢથી બપોરે 13:40 કલાકે ઉપડી સાંજે 17:05 કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં ભક્તિનગર, ગોંડલ, ગોમટા, વીરપુર, નવાગઢ, જેતલસર અને વડાલ સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેન 18થી 26 નવેમ્બર 2026 દરમિયાન (20 અને 24 નવેમ્બર સિવાય) દરરોજ દોડશે.

2. ટ્રેન નંબર 09606/09605 રાજકોટ-જૂનાગઢ-રાજકોટ સ્પેશિયલ ટ્રેન નંબર 09606 રાજકોટ-જૂનાગઢ સ્પેશિયલ રાજકોટથી રાત્રે 23:30 કલાકે ઉપડી બીજા દિવસે રાત્રે 02:45 કલાકે જૂનાગઢ પહોંચશે. પરત ફરતી વખતે ટ્રેન નંબર 09605 જૂનાગઢ-રાજકોટ સ્પેશિયલ જૂનાગઢથી સવારે 04:25 કલાકે ઉપડી સવારે 06:55 કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન પણ બંને દિશામાં ભક્તિનગર, ગોંડલ, ગોમટા, વીરપુર, નવાગઢ, જેતલસર અને વડાલ સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેન 18થી 26 નવેમ્બર 2026 દરમિયાન (19 અને 23 નવેમ્બર સિવાય) દરરોજ દોડશે.

ભવનાથ ક્ષેત્રમાં અવિરત વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે વીજ તંત્ર સજ્જ જૂનાગઢ, તા.17 ગિરનાર લીલી પરિક્રમા-2026 દરમિયાન ભવનાથ વિસ્તારમાં આવતા લાખો શ્રદ્ધાળુઓને વીજ પુરવઠા સંબંધિત કોઈ મુશ્કેલી ન પડે તે માટે પીજીવીસીએલ તંત્ર દ્વારા જરૂરી આગોતરી તૈયારીઓ કરવામાં આવી છે. ભવનાથ વિસ્તારમાં વીજ પુરવઠો પૂરો પાડતા અંબાજી ફીડરનું સંપૂર્ણ મેન્ટેનન્સ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, વીજ પુરવઠામાં કોઈ વિક્ષેપ સર્જાય તો તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી શકાય તે માટે એ જ સબ સ્ટેશનના ચાર વૈકલ્પિક વિકલ્પો તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે પાંચમા વૈકલ્પિક વિકલ્પમાં અન્ય સબ સ્ટેશનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

પરિક્રમા દરમિયાન વીજ પુરવઠા સંબંધિત ફરિયાદો અને સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ લાવવા માટે ભવનાથ વિસ્તારમાં પીજીવીસીએલના કમ્પાઉન્ડમાં 247 કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવનાર છે. આ કંટ્રોલરૂમનો સંપર્ક નંબર 8799278606 રહેશે. કંટ્રોલરૂમમાં પીજીવીસીએલના સ્ટાફ ઉપરાંત કોન્ટ્રાક્ટરની ટીમ પણ જરૂરી સાધનો સાથે વોકીટોકીથી સજ્જ રહીને ઉપલબ્ધ રહેશે.















