મોરબી સબ જેલના જેલર એચ.એ. બાબરીયાની વડોદરા બદલી, જનક જોષીને સોંપાઈ જવાબદારી

રાજ્યના: જેલ વિભાગમાં વહીવટી ફેરફારના ભાગરૂપે મોરબી સબ જેલના જેલર ગ્રુપ-2 એચ.એ. બાબરીયાની વડોદરા મધ્યસ્થ જેલ ખાતે બદલી કરવામાં આવી છે, જ્યારે અમદાવાદ મધ્યસ્થ જેલમાં ફરજ બજાવતા જનક કુમાર બી. જોષીને મોરબી સબ જેલના નવા જેલર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

જેલ અને સુધારાત્મક વહીવટ વિભાગ દ્વારા રાજ્યની વિવિધ જેલોમાં ફરજ બજાવતા જેલર ગ્રુપ-2 (વર્ગ-3) સંવર્ગના કુલ 10 કર્મચારીઓની જાહેર સેવાર્થે બદલીના આદેશ કરવામાં આવ્યા છે. અમદાવાદ સ્થિત જેલ અને સુધારાત્મક વહીવટની કચેરીના પોલીસ મહાનિદેશક ડૉ. કે.એલ.એન. રાવ દ્વારા 20 નવેમ્બર, 2026ના રોજ આ અંગે કાર્યાલય આદેશ બહાર પાડવામાં આવ્યો છે. તમામ બદલીના હુકમોનો તાત્કાલિક અસરથી અમલ કરવા સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં બદલી પામેલા જેલર ગ્રુપ-2ની વિગતો નીચે મુજબ છે.

• એચ.એ. બાબરીયા – મોરબી સબ જેલથી વડોદરા મધ્યસ્થ જેલ, • જનક કુમાર બી. જોષી – અમદાવાદ મધ્યસ્થ જેલથી મોરબી સબ જેલ, • હર્ષદભાઈ કે. સોલંકી – લાજપોર મધ્યસ્થ જેલથી ગળપાદર જિલ્લા જેલ, • ગલબાભાઈ વી. પાંત્રોડ – જામનગર જિલ્લા જેલથી અમદાવાદ મધ્યસ્થ જેલ, • ગોપાલભાઈ આર. વણઝારા – જુનાગઢ જિલ્લા જેલથી મોડાસા સબ જેલ, • મનુભા એન. જાડેજા – રાજપીપળા જિલ્લા જેલથી રાજકોટ મધ્યસ્થ જેલ, • જશપાલસિંહ એફ. રાજપુત – રાજપીપળા જિલ્લા જેલથી પાટણ સબ જેલ. • એમ.એમ. રબારી – ગળપાદર જિલ્લા જેલથી અમદાવાદ મધ્યસ્થ જેલ, • કિરણસિંહ એસ. ડાભી – નવસારી જિલ્લા જેલથી જુનાગઢ જિલ્લા જેલ, • નિલેશકુમાર એલ. છાપીયા – લાજપોર મધ્યસ્થ જેલથી રાજપીપળા જિલ્લા જેલ