
મોરબીના ભક્તિનગર સર્કલ પાસે પેટ્રોલપંપ પાછળના ભાગમાં આવેલ સરકારી જમીન ઉપર દબાણ દૂર કરવા માટે ગઇકાલે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી મામલતદરના આદેશ મુજબ દબાણ હટાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છેે વર્ષ 2024 માં દબાણ કેસ મામલતદાર સમક્ષ ચાલી ગયો હતો જેમાં દબાણો હટાવવા માટેન હુકમ કર્યો હતો .

જો કે, દબાણો દૂર કરવામાં આવેલ ન હતા જેથી વર્ષ 2025 અને 26 માં દબાણ કરનારાઓને નોટિસ આપવામાં આવી હતી ત્યાર બાદ ગઇકાલે તંત્ર દ્વારા ડિમોલિશનનું શાસ્ત્ર ઉગમવામાં આવ્યું હતું પ્રોબેશનરિ ડેપ્યુટી કલેક્ટર અને સિટી મામલતદાર પ્રશાંત ગઢવીએ જણાવ્યું હતું કે જુદાજુદા 18 આસામીઓ દ્વારા 15 જેટલા કાચા અને પાકા દબાણો કરી લેવામાં આવેલ હત જેને તંત્ર દ્વારા દૂર કરવામાં આવેલ છે. અને 1000 ચોરસ મિટર સરકારી જમીન દબાણ મુક્ત કરવામાં આવેલ છે



























