HomeAllઅમેરિકા - ઇરાન ડીલથી હોર્મુઝ ખુલ્યા બાદ ભારતને મોંઘવારીના દબાણથી રાહતની આશા

અમેરિકા – ઇરાન ડીલથી હોર્મુઝ ખુલ્યા બાદ ભારતને મોંઘવારીના દબાણથી રાહતની આશા

ઇરાન અને અમેરિકા વચ્ચે શાંતિ સમજુતી થઇ ગઇ છે અને હોર્મુઝ પણ ફરીથી ટોલ ફ્રી ખુલી રહ્યું છે. ત્યારે ભારતને મોટી રાહત થશે. મિડલ ઇસ્ટમાં યુધ્ધના કારણે હોર્મુઝ બંધ થવાથી ભારતમાં ઇંધણની કટોકટી સર્જાઇ હતી અને ઇંધણના ભાવો આસમાને પહોંચતા મોંઘવારી ફાટી નીકળી હતી. હવે આ મામલે રાહત મળવાની આશા જાગી છે.

ઉલ્લેખનીય છે કે ભારત દુનિયાની સૌથી મોટી તેલ આયાતકાર દેશોમાંનો છે. આ સ્થિતિમાં તેલની સપ્લાયને લઇને ચિંતા ઘટવા પરિવહન ખર્ચ ઘટવા અને મોંઘવારીનું દબાણ ઓછું થવાથી ફાયદો થશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના એલાન બાદ રવિવારે તેલની કિંમતોમાં ઘટાડો થયો હતો. તેમણે કહ્યું હતું કે હું હોર્મુઝ સ્ટ્રેટને કોઇ રોકટોક વિના ખોલવાની મંજુરી આપું છું અને સાથે સાથે અમેરિકી નૌસેનાની નાકાબંધીને તરત હટાવવાનો પણ આદેશ આપું છું. દુનિયાભરના જહાજો તમારા એન્જિનો ચાલુ કરો તેનો પ્રવાહ શરુ થવા દો.

ઉલ્લેખનીય છે કે યુધ્ધ વિરામની જાહેરાત બાદ તેલના ભાવોમાં ઘટાડો થયો. તેલને લઇને ગ્લોબલ બેન્ચમાર્ક વોન્ટ ક્રૂડની કિંમત 4 ટકા ઘટીને લગભગ 84 બેરલ દર ડોલરે થઇ ગઇ. યુધ્ધના કારણે આવેલા વિઘ્નોથી ગ્લોબલ ઓઇલની કિંમતો ફેબ્રુઆરીમાં 70-72 ડોલર દર બેરલથી વધીને 119 ડોલર દર બેરલે વધી ગઇ હતી. જેથી પેટ્રોલ અને ડિઝલ બનાવવાનો ખર્ચ વધી ગયો હતો પણ ભારત સરકારે મેના મધ્ય સુધી તુટેલ કિંમતોમાં કોઇ ફેરફાર નહોતો કર્યો.

27 માર્ચે પેટ્રોલ-ડીઝલમાં એકસાઇઝ ડ્યુટીમાં દર લીટરે 10 રૂપિયાની કપાત કરી હતી જેથી પશ્ર્ચિમ બંગાળ સહિત પાંચ મહત્વના રાજ્યોમાં ચૂંટણી દરમિયાન રિટેલ કિંમતોમાં વધારાને રોકી શકાય. નિષ્ણાંતો કહે છે કે હવે તેલની કિંમતોમાં ઘટાડો અને હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્યા બાદ આ કિંમતો ધીરે ધીરે ઘટશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments