

મોરબી મહાપાલિકાની (SWM) શાખા વર્ષ 2026 દરમિયાન શહેરની સ્વચ્છતા, જાહેર આરોગ્ય અને ઘન કચરા વ્યવસ્થાપન ક્ષેત્રે ઉલ્લેખનીય અને પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. તમામ SSI ને SWM Rules-2026 અંતર્ગત સરદારબાગ ખાતે વિશેષ તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું,

જેમાં અધિકારીઓ અને કર્મચારીઓને સ્વચ્છતા નિયમો, કચરા વ્યવસ્થાપન પદ્ધતિઓ તથા કામગીરીના ધોરણો અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
શનાળા ગામ પાસે આવેલ તળાવમાં રહસ્યમય રીતે માછલીઓના મૃત્યુ થયા હતા.

જેથી SWM શાખાએ તાત્કાલિક અસરકારક કાર્યવાહી કરીને મૃત માછલીઓનું નિરાકરણ કરી માછલાંના મૃતદેહને ઉપાડવામાં આવ્યા હતા. તેમજ શહેરમાં વિશેષ સ્વચ્છતા અભિયાન અંતર્ગત નરસંગ ટેકરી મંદિરથી રવાપર ચોકડી સુધી વ્યાપક અને સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

























