HomeAllહવે એક જ યુપીઆઈ એપ પર જોવા મળશે બધા ઓટો પેમેન્ટ

હવે એક જ યુપીઆઈ એપ પર જોવા મળશે બધા ઓટો પેમેન્ટ

યુપીઆઈથી પેમેન્ટ કરનારા લોકોને ઝડપથી એક નવી સુવિધા મળનાર છે. રાષ્ટ્રીય પેમેન્ટ નિયમ (એનપીસીઆઈ) એવું ફીચર તૈયાર કરી રહ્યું છે, જે અંતર્ગત ગ્રાહક પોતાના બધા યુપીઆઈ ઓટો-પે પેમેન્ટ (ઈ-પેમેન્ટ)ને કોઈપણ એક યુપીઆઈ એપ પર એક સાથે જોઈ અને તેને ટ્રેક પણ કરી શકશે.

હાલમાં જો કોઈ વ્યક્તિએ વિજળી-પાણી બિલ, ઓટીટી સબસ્ક્રીપ્શન કે લોનની ઈએમઆઈ ચુકવવા માટે અલગ-અલગ યુપીઆઈ એપ પર ઓટો પેમેન્ટ સક્રીય કર્યા છે તો તેણે દરેક વખતે એ એપ પર જઈને તેની સ્થિતિની તપાસ કરવી પડે છે.

નવી સુવિધા શરૂ થયા બાદ બધા ઈ-મેન્ડેટ એક જ જગ્યા પર દેખાશે. પછી ભલે તે કોઈપણ યુપીઆઈ એપથી બનાવવામાં આવ્યું હોય. જાણવા મળેલી વિગત મુજબ એનપીસીઆઈએ પેમેન્ટ સેવા આપતી કંપનીઓને તેના માટે પોતાના નેટવર્કમાં જરૂરી ફેરફાર કરવાનો નિર્દેશ આપ્યો છે.

ડબલ પેમેન્ટથી બચાવઃ આ ફેરફાર બાદ ગ્રાહકોને પોતાના બધા ઓટો-પેની જાણકારી એક જ મંચ પરથી મળી જશે. તેઓએ જોઈ શકશે કે તેના કયા કયા ઓટો-પે પેમેન્ટ સક્રીય છે અને કઈ એપથી રકમ કપાઈ રહી છે. જરૂરત પડવા પર તેઓ તેને કોઈ અન્ય એપ પર ટ્રાન્સફર કરી શકશે. આથી નાણાકીય મેનેજમેન્ટ સરળ થશે અને ભુલથી ડબલ કે અજાણતા થનારા પેમેન્ટથી પણ બચી શકાશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments