HomeAllરાજકોટના દિવ્ય દરબારમાં અંધશ્રધ્ધાનો વિજય : બાબા - આયોજકો સામે ગુનો નોંધો

રાજકોટના દિવ્ય દરબારમાં અંધશ્રધ્ધાનો વિજય : બાબા – આયોજકો સામે ગુનો નોંધો

કથાનાં છેલ્લા દિવસે માનસિક રોગીઓનાં મેળાવડામાં અવૈજ્ઞાનિક સારવાર : વિજ્ઞાન જાથા

રાજકોટમાં સૌરાષ્ટ્ર સનાતન સમિતિએ રેસકોર્ષના મેદાનમાં જુન તા.5 થી 7 સનાતન હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં બે દિવસ કથા અને છેલ્લા દિવસે દિવ્ય દરબારમાં માનસિક બિમાર અવૈજ્ઞાનિક સારવારના કારણે બાબા બાગેશ્ર્વર અને આયોજકો સામે ગુન્હો દાખલ કરવા ભારત જન વિજ્ઞાન જાથાએ માંગણી કરી છે. હનુમંત કથામાં હિન્દુ રાષ્ટ્ર અને લવ જેહાદ, ચાદરની વિવાદાસ્પદ વાતો કરવામાં આવી હતી.

રાજકોટમાં હનુમંત કથામાં બે દિવસ ભગવાનના ગુણાનુવાદને બદલે લોકોમાં અસમંજસ, મનના વમળોમાં અશાંતિ, લવ જેહાદ, ચાદર, ઉચ્ચારણો કરી ભાઇચારામાં ખલેલ કરવાનો નિમ્ન પ્રયાસ બાબાએ કર્યો હતો તેનો જાથા વિરોધ કરે છે. દેશમાં રાજ્ય કે કેન્દ્રના સતાધીશો યેનકેન ચાદર ચડાવવા જાય છે તેના વિરોધને બદલે લોકોમાં અંદરોઅંદર વૈમનસ્ય ઉભું કરવાનો પ્રયાસને જાથા વખોડે છે.

હિન્દુ રાષ્ટ્ર, સનાતન પ્રચાર, કથાનો કદાપિ વિરોધ નથી પરંતુ પોતાના આશ્રમ માટે કેન્સર હોસ્પીટલ, અન્નપુર્ણા રસોઇના નામે ફંડ-ફાળા કરવાનો મુખ્ય ઉદ્ેશ જોવા મળતો હતો. શ્રધ્ધાળુઓને પોતાના આશ્રમે ઇચ્છિત ફળ માટેની વાતો કરવામાં આવતી હતી. કથાના સમાપને માનસિક દર્દીઓનો મોટો સમુહ એકાએક બહાર આવી કરુણ દ્રશ્ જોવા મળ્યું હતું તેને હનુમાન ચાલીસા બોલી ઉપચાર કરવામાં આવ્યો હતો. જે માનવ જીંદગી સાથે ખિલવાડ સમાન છે.

મેડીકલ સારવારની સલાહને બદલે પોતાના આશ્રમે આવવાની શીખ આપી હતી. સારવારમાં અવરોધ ઉભો કરવો, મોડી સારવારમાં દર્દીને પીડામાં વધારો કરવો ગુનો બને છે. આયોજકોને રાત્રિના 10 કલાકની માઇક વગાડવા, કથા સભાની મંજુરી આપવામાં આવી હતી તેનો ભંગ કરવા બદલ ગુન્હાને પાત્ર છે.

વિજ્ઞાન જાથા રાજ્યના મુખ્યમંત્રી, અધિક મુખ્ય સચિવ, રાજ્ય પોલીસ વડા, ગુજરાત હાઇકોર્ટ અને રાજકોટ ડિસ્ટ્રીક્ટ કોર્ટને પત્ર પાઠવી બાબા બાગેશ્ર્વર અને આયોજકો વિરુધ્ધ ગુનો દાખલ કરવા સંબંધી અરજી દાખલ કરી પગલાની માંગણી કરનાર છે. આ ઝુંબેશમાં જોડાવવા ઇચ્છુકોએ વિજ્ઞાન જાથા મો. 98252 16689 ઉપર સંપર્ક કરવો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments