
જરાતમાંથી ખાલી પડી રહેલી રાજ્યસભાની ચાર બેઠકો માટે હાલ ચૂંટણી યોજાનાની છે. જે મામલે ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ હાલ ભાજપે પોતાના 4 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ભાજપના ઉમેદવાર તરીકે રાજુ શુક્લા, મુકેશ રાઠવા તથા માનસિંહ પરમારસ અને જીતેન્દ્ર કંજારીયાનું નામ જાહેર કરી દીધા છે, ત્યારે ગુજરાત વિધાનસભામાં ભાજપના પ્રચંડ સંખ્યાબળને જોતા આ ચૂંટણી માત્ર ઔપચારિકતા પૂરતી જ રહે તેવી શક્યતા રાજકીય વર્તુળોમાં વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલની સ્થિતિમાં ચારેય બેઠકો ભાજપના ફાળે જવાની અને ચૂંટણી બિનહરીફ થવાની સંભાવના વધુ પ્રબળ માનવામાં આવી રહી છે.

માનસિંહ પરમારનું નામ જાહેર
રાજુભાઈ શુક્લાનું નામ જાહેર
જીતેન્દ્ર કણઝારિયાનું નામ જાહેર
મુકેશભાઈ રાઠવાનું નામ જાહેર

મળતી માહિતી મુજબ, આ રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવાર તરીકે રાજુ શુક્લા, મુકેશ રાઠવા તથા માનસિંહ પરમારસ અને જીતેન્દ્ર કંજારીયાને મેદાને ઉતાર્યા છે. જેઓ જાહેર થયેલા કાર્યક્રમ અનુસાર આગામી 8 જૂન સુધી ઉમેદવારી પત્રો ભરી શકશે. ત્યારબાદ ઉમેદવારી પત્રોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરાશે. ચકાસણી પૂર્ણ થયા બાદ ઉમેદવારોને નામ પાછાં ખેંચવાની તક આપવામાં આવશે. જો આ સમયગાળા દરમિયાન વિપક્ષ અથવા અન્ય કોઈ રાજકીય પક્ષ પોતાના ઉમેદવાર મેદાનમાં નહીં ઉતારે તો ચારેય બેઠકો માટે ચૂંટણી યોજવાની જરૂરિયાત રહેશે નહીં અને ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવશે.

ગુજરાત વિધાનસભાના વર્તમાન રાજકીય સમીકરણો પર નજર કરીએ તો ભાજપ પાસે 182 સભ્યોની વિધાનસભામાં 162 ધારાસભ્યોનું મજબૂત સંખ્યાબળ છે. બીજી તરફ મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ પાસે માત્ર 12 સભ્યો છે. અન્ય પક્ષો અને અપક્ષ સભ્યોની સંખ્યા પણ એવી નથી કે રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ સામે અસરકારક પડકાર ઉભો કરી શકે. રાજ્યસભાની ચૂંટણી માટે જરૂરી મતબળની ગણતરી મુજબ ભાજપ પાસે ચારેય બેઠકો સરળતાથી જીતવા માટે પૂરતા મત ઉપલબ્ધ છે.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે વિપક્ષ પાસે એક બેઠક જીતવા માટે પણ પૂરતું સંખ્યાબળ નથી. આવી સ્થિતિમાં માત્ર પ્રતીકાત્મક ઉમેદવારી નોંધાવવાનો વિકલ્પ રહી શકે, પરંતુ જીતની કોઈ વાસ્તવિક શક્યતા ન હોવાથી કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષો ચૂંટણી લડવામાં રસ દાખવે તેવી શક્યતા ઓછી માનવામાં આવી રહી છે. તેથી ચારેય બેઠકો બિનહરીફ ભરાઈ જાય તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે એટલે કે આ રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે જાહેર કરેલા ચારેય ચાર ઉમેદવાર રાજુ શુક્લા, મુકેશ રાઠવા તથા માનસિંહ પરમારસ અને જીતેન્દ્ર કંજારીયાની જીત લગભગ નક્કી જ હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.
























