HomeAllશાળા પ્રવેશોત્સવ પાંચ દિવસ પાછો ઠેલાયો : હવે 23 થી 25 જુને...

શાળા પ્રવેશોત્સવ પાંચ દિવસ પાછો ઠેલાયો : હવે 23 થી 25 જુને યોજાશે

ગુજરાતના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં એકાએક છેલ્લી ઘડીએ ફેરફાર કરાયો છે અને તે પાંચ દિવસ પાછો ઠેલવામાં આવ્યો છે. નવા સત્તાવાર નિર્ણય અનુસાર, હવે રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ આગામી 23 જૂનથી 25 જૂન દરમિયાન યોજવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ શૈક્ષણિક મહોત્સવ અગાઉ 18 જૂનથી 20 જૂન દરમિયાન યોજાવાનો હતો, જેમાં હવે ફેરફાર કરીને નવી તારીખો જાહેર કરવામાં આવી છે.

તારીખોના ફેરફારની સાથે જ શિક્ષણ વિભાગ દ્વારા આ મહોત્સવમાં ભાગ લેનારા તમામ ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ માટે પ્રવેશોત્સવ દરમિયાન સરકારી ખર્ચ પર નિયંત્રણ લાવવા અને પર્યાવરણની સુરક્ષાના હેતુથી ખાસ પરિવહન વ્યવસ્થા જાળવવા આદેશ કરાયો છે.

નવી માર્ગદર્શિકા મુજબ, નિયુક્ત કરાયેલા તમામ અધિકારીઓને જિલ્લાઓમાં જવા માટે વ્યક્તિગત સરકારી વાહનોના સ્થાને ટ્રેન મારફતે મુસાફરી કરવા અથવા તો ‘કાર પુલિંગ’ એટલે કે એક જ વાહનમાં એકથી વધુ અધિકારીઓએ સાથે પ્રવાસ કરવાની કડક સૂચના આપવામાં આવી છે.

સરકાર દ્વારા જારી કરાયેલા પત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, જે રૂટ પર રેલવેની સુવિધા ઉપલબ્ધ હોય ત્યાં અધિકારીઓએ અચૂકપણે વંદે ભારત ટ્રેન અથવા તો અન્ય જાહેર પરિવહન ના માધ્યમોનો ઉપયોગ કરવાનો રહેશે. આ આદેશનો મુખ્ય ઉદ્દેશ્ય વીઆઈપી કલ્ચર અને બિનજરૂરી ટ્રાફિક ઘટાડવાની સાથે સરકારી તિજોરી પર પડતો ઈંધણનો બોજ ઓછો કરવાનો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments