HomeAllશ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળે વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવનાર સૌનો માન્યો આભાર

શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળે વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવનાર સૌનો માન્યો આભાર

વાંકાનેર, તા. 29 જૂન: વાંકાનેર ખાતે શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહકાર આપનાર તમામ વ્યક્તિઓ, સંસ્થાઓ અને દાતાશ્રીઓનો મંડળ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

મંડળે જણાવ્યું હતું કે કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રમદાનરૂપે વૃક્ષારોપણમાં જોડાયેલા તમામ સભ્યોનો નોંધપાત્ર ફાળો રહ્યો હતો. ઉપરાંત કાર્યક્રમને સૌજન્ય અને સહયોગ આપનાર અલ્પેશભાઈ દુદાભાઈ વડગાસિયા, શૈલેષભાઈ ઠક્કર તથા ચેતનભાઈ જાનીનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત વેલનાથ યુવક મંડળ, ભારત વિકાસ પરિષદ, અનકુંવરબા ધામ રાતિદેવળી, આર્ટ ઓફ લિવિંગ પરિવાર, સિદ્ધેશ્વર મહાદેવ મિત્ર મંડળ (રાજાવડલા), વિવિધ ધાર્મિક સંસ્થાઓ, રાજકીય અને સામાજિક આગેવાનો, ઉપસ્થિત મહેમાનો તેમજ કાર્યક્રમને વ્યાપક પ્રસિદ્ધિ અપાવવા બદલ પત્રકાર મિત્રો પ્રત્યે પણ મંડળે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

મંડળના જણાવ્યા મુજબ સમાજના સર્વાંગી સહયોગ અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિના પરિણામે વૃક્ષારોપણ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો છે. ભવિષ્યમાં પણ પર્યાવરણ સંરક્ષણ અને લોકહિતના આવા કાર્યક્રમોમાં સૌનો સહયોગ અને સાથ મળતો રહેશે તેવી આશા મંડળ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments