HomeAllઘૂટું ગ્રામ પંચાયતનું ખેડૂતોના આંદોલનને ખુલ્લું સમર્થન, જરૂર પડે તો રાજીનામાની પણ...

ઘૂટું ગ્રામ પંચાયતનું ખેડૂતોના આંદોલનને ખુલ્લું સમર્થન, જરૂર પડે તો રાજીનામાની પણ ચીમકી

(જયદેવ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી, તા. 29 જૂન, જેતપર ખાતે ખેડૂતો દ્વારા વીજ કંપની સામે ચાલી રહેલા અંશન આંદોલનને હવે ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ વ્યાપક સમર્થન મળવા લાગ્યું છે. આ ક્રમમાં મોરબી તાલુકાના ઘૂટું ગામની ગ્રામ પંચાયતે ખેડૂતોના આંદોલનને જાહેર અને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે.

ઘૂટું ગામના સરપંચ જયાબેન દેવજીભાઈ પરેચા, ઉપસરપંચ ગૌતમભાઈ જાદવજીભાઈ કૈલા તેમજ ગ્રામ પંચાયતના તમામ સદસ્યોએ પંચાયત ભવન ખાતે એકત્રિત થઈ ખેડૂતોના સમર્થનમાં એકમત વ્યક્ત કર્યો હતો. પંચાયતના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, ખેડૂતોની માંગણીઓ વ્યાજબી છે અને તેમના હિત માટે ચાલી રહેલા આંદોલન સાથે ઘૂટું ગ્રામ પંચાયત અડગપણે ઉભી છે.

ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓએ વધુમાં જણાવ્યું હતું કે, જો સરકાર અને સંબંધિત તંત્ર દ્વારા ખેડૂતોના પ્રશ્નોનું વહેલી તકે યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે, તો ઘૂટું ગ્રામ પંચાયતની સમગ્ર બોડી જરૂરિયાત ઊભી થાય તો પોતાના પદ પરથી સામૂહિક રાજીનામું આપવા માટે પણ તૈયાર છે.

આ પ્રસંગે પંચાયતના સભ્યોએ ‘જય જવાન, જય કિસાન’ના નારાઓ સાથે ખેડૂતોના સંઘર્ષને સમર્થન વ્યક્ત કરી આંદોલનકારીઓનો ઉત્સાહ વધાર્યો હતો. ઘૂટું ગ્રામ પંચાયતના આ નિર્ણયથી ખેડૂતોના આંદોલનને વધુ એક મહત્વપૂર્ણ જનસમર્થન મળ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments