HomeAllઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધીનો માર્ગ વન-વે જાહેર ત્રણ મુખ્ય માર્ગો પર...

ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધીનો માર્ગ વન-વે જાહેર ત્રણ મુખ્ય માર્ગો પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

મોરબી, તા. ૧૫ : મોરબી શહેરમાં દિવસેને દિવસે વધતા ટ્રાફિક ભારણ અને વાહનવ્યવહારની સમસ્યાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધીનો માર્ગ આગામી ૨ ઓગસ્ટ સુધી વન-વે જાહેર કરવામાં આવ્યો છે. ઉપરાંત શહેરના ત્રણ મુખ્ય માર્ગો પર ભારે વાહનોના પ્રવેશ પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

જાહેરનામા મુજબ રવાપર ચોકડી અને નવા બસ સ્ટેન્ડ તરફથી આવતા વાહનો માટે ઉમિયા સર્કલથી ભક્તિનગર સર્કલ થઈ દલવાડી સર્કલ તેમજ પંચાસર અને વાવડી ચોકડી તરફ જવા માટેનો માર્ગ નિર્ધારિત કરવામાં આવ્યો છે.

તે જ રીતે લીલાપર તરફથી ઉમિયા સર્કલ તરફ જવા માટે રવાપર ચોકડી તરફનો રૂટ ઉપયોગમાં લેવાશે. જ્યારે ઉમિયા સર્કલથી લીલાપર રોડ તરફ જવા માટે નિર્મલ સ્કૂલવાળો માર્ગ વન-વે જાહેર કરવામાં આવ્યો છે.

આ જાહેરનામું આગામી ૨ ઓગસ્ટ સુધી દરરોજ સવારે ૭ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી અમલમાં રહેશે.

આ ઉપરાંત શહેરમાં ટ્રાફિક ભારણ ઘટાડવા અને અકસ્માતની શક્યતાઓ ઓછી કરવા દલવાડી સર્કલથી લીલાપર ચોકડી તેમજ ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધીના માર્ગો પર આગામી તા. ૪ ઓગસ્ટ ૨૦૨૬ સુધી સવારે ૮ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

તંત્ર દ્વારા વાહનચાલકોને જાહેરનામાનું પાલન કરવા તેમજ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરીને ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments