US-ઈઝરાયલ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીનું મોત, દીકરાએ સંભાળી કમાન, સેના-મીડિયાએ કરી પુષ્ટિ

ઇઝરાયલ અને અમેરિકાના હવાઈ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ વડા ખામેનેઇ માર્યા ગયા હોવાના સમાચારને ઈરાની મીડિયાએ કન્ફર્મ કર્યા છે. અલી ખામેનેઈ બાદ હવે તેમનું પદ અને કમાન તેમના દીકરા મોજતબા ખામેનેઈએ સાંભળ્યું છે.

ઈરાની મીડિયાએ પુષ્ટિ કરી છે કે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈ અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત હવાઈ હુમલામાં માર્યા ગયા છે. અને એટલું જ નહીં આ હુમલામાં તેમના પરિવારના સદસ્યો દીકરી-જમાઈ, પૌત્રી અને પુત્રવધૂનું પણ મોત થયું છે. આ ખબરે વૈશ્વિક સ્તર પર ભૂ-રાજનૈતિક તણાવ અને યુદ્ધની આશંકાને ચરમ સીમાએ પહોંચાડી દીધું છે.


ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈના અવસાન અંગેના અહેવાલો વચ્ચે તેમના પુત્ર મોજતબા ખામેને ને નવા સુપ્રીમ લીડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હોવાના દાવાઓ સામે આવ્યા છે. સૂત્રો અનુસાર અલી ખામેનેઈના અવસાન બાદ મોજતબા ખામેનેઈએ નેતૃત્વની કમાન સંભાળી હોવાનું કહેવાઈ રહ્યું છે. ઈરાનમાં સુપ્રીમ લીડરની પસંદગી પ્રક્રિયા બંધારણીય રીતે વિશેષજ્ઞોની સભા દ્વારા કરવામાં આવે છે. તેથી પરિસ્થિતિ અંગે સત્તાવાર જાહેરાતની રાહ જોવામાં આવી રહી છે.

ટ્રમ્પ અને ઇઝરાયલના દાવા પછી હવે ઈરાની મીડિયાના મુખ્ય સમાચાર ચેનલ Press TV એ ઓફિશિયલ રીતે આ વાતની પુષ્ટિ કરી છે જે ઈસ્લામિક ક્રાંતિના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા સંયુક્ત હવાઈ હુમલામાં માર્યા ગયા છે અને ખામેનેઈના મૃત્યુ પછી ઈરાનમાં 40 દિવસના સાર્વજનિક શોકની જાહેરાત કરવામાં આવી છે.

નવી દિલ્હીમાં સ્થિત ઈરાનની એમ્બેસી ખાતે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ પગલું ઇરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈના અવસાન સંબંધિત અહેવાલો સામે આવ્યા બાદ લેવામાં આવ્યું હોવાનું સૂત્રો જણાવે છે. પરિસ્થિતિ અંગે વધુ સ્પષ્ટતા માટે રાજદ્વારી સ્તરે નજર રાખવામાં આવી રહી છે.

આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરતાં કહ્યું હતું કે ” ઇતિહાસના સૌથી ક્રૂર વ્યક્તિઓમાંના એક ” હવે નથી રહ્યા. તેમને ઈરાનના લોકો માટે આને સ્વતંત્રતાનો એકલ મોટો અવસર ગણાવ્યો હતો. તો બીજી તરફ ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ પણ સંકેત આપ્યા હતા કે ખામેનેઈના ઠેકાણાને જમીનદોસ્ત કરી દેવાયા છે. ઇઝરાયલના ખાનગી સૂત્રોનો દાવો છે કે આ એક સર્જીકલ સ્ટ્રાઈક હતી જેને મોડર્ન હથિયારો અને ચોક્કસ સચોટ જાણકારીના આધાર પર અંજામ આપવામાં આવ્યો હતો.

ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈના મોત અંગેના અપ્રમાણિત અહેવાલો સામે આવતા ઈરાનમાં અનેક શહેરોમાં લોકો રસ્તા પર ઉતર્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. વિવિધ સ્થળોએ તેમના સમર્થનમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી હોવાના દાવા થઈ રહ્યા છે. જ્યાં સમર્થકો દ્વારા નારા લગાવવામાં આવ્યા અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા.

પ્રેસ ટીવીની પુષ્ટિ બાદ સત્તાના ઉત્તરાધિકારને લઈને ઈરાનમાં હવે એક મોટું સંકટ ઉભું થયું છે. તેહરાનની શેરીઓ ઉજ્જડ અને ગભરાટની સ્થિતિમાં છે. જ્યારે સુરક્ષા દળોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ઈરાનના વિદેશ મંત્રાલય અને લશ્કરી કમાન્ડરોએ આ “કાયર હુમલા”નો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. જેનાથી સમગ્ર વિશ્વમાં પરમાણુ યુદ્ધ અથવા ત્રીજા વિશ્વયુદ્ધનો ભય ફેલાયો છે.

error: Content is protected !!
Exit mobile version