મોરબી મહાપાલીકા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એક સપ્તાહ સુધી વિવિધ કાર્યક્રમોની વણજાર

મોરબી મહાપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિતે એક સપ્તાહ સુધી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે તા.1 થી 8 માર્ચ સુધી વિવિધ કાર્યક્રમો રાખવામાં આવેલ છે તેની માહિતી આપવા માટે કમિશનરની પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં 15 થી 22 સુધી મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું મહાપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

તા. 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર 1 માર્ચના રોજ સવારે 9 કલાકે સરદાર બાગ મોરબી ખાતે યોગા અને ઝુમ્બા સેશન ફોર વૂમન, 2 માર્ચના રોજ સાંજે 7 કલાકે નગર દરવાજા ફ્લેશ મોબ, 3 માર્ચના રોજ સાંજે 7:30 કલાકે શનાળા પટેલ વાડીએ હોલિકા દહન, 5 માર્ચના રોજ સવારે 10 થી 11 સુધી ઓમ શાંતિ વિધાલય ખાતે સુરક્ષિત અને અસુરક્ષિત સ્પર્શ અંગે જાગૃતિ કાર્યક્રમ અને અડલ્ટ એજ્યુકેશન અવેરનેસ કાર્યક્રમ યોજાશે.

6 માર્ચના રોજ સર્વાઈકલ કેન્સર, સ્તન કેન્સર સ્વ નિરીક્ષણ કાર્યક્રમ બપોરે 3 કલાકે યોજાશે. તો 6 અને 7 માર્ચના રોજ સવારે 9 કલાકે મહાપાલિકા મુખ્ય કચેરીએ અ ડે વિથ કમિશ્નર, 7 માર્ચના રોજ સાંજે 7 કલાકે ડી માર્ટ ખાતે નુક્કડ નાટક અને મકનસર ક્રિકેટ મેદાન ખાતે મહિલા ક્રિકેટ મહાપાલિકા સ્ટાફ માટે, 8 માર્ચના રોજ વિકાસ વિધાલય ખાતે મસ્તી સ્ટ્રીટ અને સરદાર બાગ ખાતે મહિલા સશક્તિકરણ અને સમાજમાં ભૂમિકા વિષય પર સ્પર્ધા યોજાશે. તેમજ 15 થી 22 માર્ચ સુધી મકનસર ક્રિકેટ મેદાન ખાતે ઓલ મોરબી મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

error: Content is protected !!
Exit mobile version