તમે કઇ સીમા ધ્યાનમાં લો છો તે પણ નિર્ભર કરે છે
નવી દિલ્હી : દિલ્હી એ મુંબઈ કરતાં મોટું છે કે નાનું, તે તમે દિલ્હી અને મુંબઈનાં કયા ભાગની સરખામણી કરો છો તેના પર નિર્ભર છે. શું તમે દિલ્હીના મૂળ વિસ્તારની સરખામણી ગ્રેટેર મુંબઈ સાથે કરો છો? દિલ્હી આસપાસનાં મુખ્ય ઝોન (NCR) ની સરખામણી મુંબઈનાં મુખ્ય ઝોન (MMR) સાથે કરો છો? કે પછી બંને શહેરોનાં વસ્તી ગણતરી મુજબનાં વિસ્તારોની સરખામણી કરો છો?

જેમ જેમ ભારતમાં શહેરીકરણ વધી રહ્યું છે, તેમ મોટા શહેરો વધુ ગીચ બનતાં જાય છે અને આસપાસનાં નાના શહેરો સુધી ફેલાઈ રહ્યાં છે. આ કારણે શહેરોની જૂની સરકારી સરહદો હવે ધૂંધળી થઈ ગઈ છે. તેથી જ મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લો કે આસપાસનો મોટો શહેરી વિસ્તાર જેવા અલગ-અલગ નકશાઓ એક જ શહેરનાં અલગ-અલગ રૂપ રજૂ કરે છે અને તેનાથી વસ્તીનાં આંકડા પણ બદલાઈ જાય છે.
ભારતનાં 6 મોટા મહાનગરોની સરખામણી કરવા માટે, 2011 ની સરકારી વસ્તી ગણતરીની સીમાઓને 2025 ની વાસ્તવિક આર્થિક સરહદો સાથે રાખીને એક અભ્યાસ કરવામાં આવ્યો. આ અભ્યાસમાં વસ્તી, મકાનો અને બાંધકામનો વિસ્તાર તથા રાત્રિનાં સમયે દેખાતી લાઈટોના આધારે શહેરનાં સાચા કદની ઓળખ કરવામાં આવી હતી.
આ 2025 ના માપદંડ પ્રમાણે દિલ્હી ભારતનું સૌથી મોટું શહેર છે. જ્યારે ચેન્નઈ અને બેંગલુરુ કઈ સરહદ કે નકશો ધ્યાનમાં લેવાય છે તેના આધારે એકબીજાથી આગળ-પાછળ થાય છે. ટૂંકમાં, કોઈ પણ શહેરનું કદ માત્ર એક આંકડો નથી, તે તમે કયો નકશો જુઓ છો તેના પર આધાર રાખે છે.
