આમ ભારતીયે ભ્રષ્ટાચારને સામાન્ય માની લીધો છે : અલાહાબાદ હાઈકોર્ટના જજની કઠોર ટિપ્પણી

પ્રયાગરાજ: અલાહાબાદ હાઈકોર્ટના જજ અતુલ શ્રીધરને અયોધ્યાના રામમંદિરમાં ચડાવા ચોરીને લઈને મોટી ટિપ્પણી કરી છે, તેમણે કહ્યું છે કે આવા અપરાધોની સજા મોત હોવી જોઈએ.
ઉતરપ્રદેશ સરકાર દ્વારા હાલમાં કરવામાં આવી રહેલી બુલડોઝર કાર્યવાહી પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે રામમંદિરમાં હાલમાં જ થયેલી ચડાવા ચોરી ભારતીયની ઈમાનદારીનું સૌથી નીચલું સ્તર છે અને આ વ્યવસ્થિત ભ્રષ્ટાચાર ભારતીય સંસ્થાનોને પંગુ બનાવી રહ્યો છે.
તેમણે કહ્યું હતું કે, એક સામાન્ય ભારતીયે ભ્રષ્ટાચારને સામાન્ય વાત માની લીધી છે અને પકડાઈ જવા સુધી તેને ખોટી નથી સમજતા. ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ 2025ના રિપોર્ટમાં ભારત 182 દેશોમાં 91માં ક્રમે છે અને આ બાબત આપણને શરમમાં નથી મુકતી.
જસ્ટીસ શ્રીધરને કહ્યું હતું કે, રામમંદિરમાં ચડાવા ચોરી સાથે સંકળાયેલા હાલનો વિવાદ, ધીરજનો ડેમ તૂટવા જેવો છે. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે સમાજમાં ભ્રષ્ટાચારે એટલી તો જડ જમાવી દીધી છે કે હવે સરકારે તેના દોષીઓને મૃત્યુદંડ આપવા ભ્રષ્ટાચાર નિરોધક કાનૂન 1988માં સંશોધન કરવા પર વિચાર કરવો જોઈએ.
