HomeAllવલસાડ દેશનો સૌથી વધુ વરસાદ ધરાવતો જિલ્‍લો બન્‍યોઃ દેવભૂમિ દ્વારકામાં ૮૦ ટકાથી...

વલસાડ દેશનો સૌથી વધુ વરસાદ ધરાવતો જિલ્‍લો બન્‍યોઃ દેવભૂમિ દ્વારકામાં ૮૦ ટકાથી વધુ વરસાદની ખાધ

માત્ર: એક સપ્તાહના ધોધમાર વરસાદે ગુજરાતના ચોમાસાની સમગ્ર સ્‍થિતિ બદલી નાખી છે. દેશમાં સૌથી વધુ વરસાદ વરસ્‍યો છે તેવા રાજ્‍યોમાં હવે ગુજરાત પણ આવી ગયું છે. એક તરફ વલસાડ જિલ્‍લામાં દેશમાં સૌથી વધુ વરસાદ થયો છે તો બીજી તરફ દેવભૂમિ દ્વારકા હજુ પણ દેશના સૌથી ઓછા વરસાદ ધરાવતા જિલ્‍લાઓમાં સામેલ છે. રાજ્‍યમાં વરસાદની આ અસમાનતાએ ચોમાસાનું બે અલગ ચિત્ર રજૂ કર્યું છે.

ભારતીય હવામાન વિભાગના આંકડા મુજબ ૧ જુલાઈથી ૨૫ જુલાઈ સુધીના આંકડા મુજબ વલસાડ જિલ્‍લામાં સામાન્‍ય સરેરાશ ૨૬.૮૫ ઇંચ (૬૮૧.૯ મિલીમીટર) સામે ૮૪.૯૪ ઇંચ (૨ , ૧૫૭.૫ મિલીમીટર) વરસાદ નોંધાયો છે. એટલે કે જિલ્‍લામાં સામાન્‍ય કરતાં ૨૧૬ ટકા વધુ વરસાદ થયો છે , જે દેશના તમામ જિલ્‍લાઓમાં સૌથી વધુ છે.

બીજી તરફ દેવભૂમિ દ્વારકામાં સામાન્‍ય ૭.૧૧ ઇંચ (૧૮૦.૬ મિલીમીટર) સામે માત્ર ૧.૪૩ ઇંચ (૩૬.૩ મિલીમીટર) વરસાદ નોંધાયો છે. આ જિલ્‍લો દેશના એવા ગણતરીના જિલ્‍લાઓમાં સામેલ છે જ્‍યાં જુલાઈ દરમિયાન વરસાદની ખાધ ૮૦ ટકાથી પણ વધુ રહી છે.

દેશભરમાં સૌથી વધુ ભારે વરસાદ ધરાવતા જિલ્‍લાઓ મુખ્‍યત્‍વે ગુજરાત , ઓડિશા અને મહારાષ્ટ્રમાં આવેલા છે , જ્‍યારે સૌથી વધુ વરસાદની ખાધ ધરાવતા જિલ્‍લાઓ મોટાભાગે તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં છે.

હવામાન વિભાગના આંકડા મુજબ જુલાઈ મહિનામાં ગુજરાતમાં સામાન્‍ય કરતાં ૬૩ ટકા વધુ વરસાદ નોંધાયો છે , જે ઓડિશાના ૬૭ ટકા બાદ દેશનો બીજો સૌથી વધુ વધારો છે. ગુજરાતના ૧૫ જિલ્‍લાઓમાં સામાન્‍ય કરતાં ૨૦ ટકા અથવા તેથી વધુ વરસાદ નોંધાયો છે , જ્‍યારે ઓડિશામાં આવા જિલ્‍લાઓની સંખ્‍યા ૧૬ છે.

માત્ર થોડા દિવસોમાં જ ગુજરાતના વરસાદી ચિત્રમાં મોટો ફેરફાર જોવા મળ્‍યો છે. ગયા રવિવાર સુધી રાજ્‍યના ૧૨ જિલ્‍લાઓમાં ૬૦ ટકાથી વધુ વરસાદની ખાધ હતી. હવે આ સંખ્‍યા ઘટીને માત્ર બે જિલ્‍લાઓ સુધી સીમિત રહી છે. તેમાં દેવભૂમિ દ્વારકા ૮૭ ટકા વરસાદની ખાધ સાથે અને પોરબંદર ૬૧ ટકા વરસાદની ખાધ સાથે સામેલ છે.

રાજ્‍યના (આઇએમડી)ના ૩૩ જિલ્‍લાઓમાંથી પાંચ જિલ્‍લાઓમાં ૬૦ ટકાથી વધુ વધારાનો વરસાદ નોંધાયો છે. ૧૦ જિલ્‍લાઓમાં ૨૦થી ૬૦ ટકા વધારાનો વરસાદ રહ્યો છે. અન્‍ય ૧૦ જિલ્‍લાઓમાં વરસાદ સામાન્‍ય શ્રેણીમાં રહ્યો છે , જ્‍યારે છ જિલ્‍લાઓમાં વરસાદની ખાધ છે અને બે જિલ્‍લાઓ હજુ પણ મોટા વરસાદી અભાવની શ્રેણીમાં છે.

ગુજરાતની સમગ્ર ચોમાસાની સ્‍થિતિમાં પણ નોંધપાત્ર ફેરફાર આવ્‍યો છે. ૨૦ જુલાઈએ રાજ્‍યમાં સામાન્‍ય કરતાં ૩૧ ટકા વરસાદની ખાધ હતી , જે માત્ર એક સપ્તાહમાં બદલાઈને હવે ૧૨ ટકા વધારાના વરસાદમાં ફેરવાઈ ગઈ છે.

જોકે પ્રદેશવાર તફાવત હજુ પણ સ્‍પષ્ટ છે. સૌરાષ્ટ્ર અને કચ્‍છ વિસ્‍તારમાં હજુ પણ ૧૭ ટકા વરસાદની ખાધ છે , જ્‍યારે ગુજરાતના અન્‍ય વિસ્‍તારોમાં સામાન્‍ય કરતાં ૩૬ ટકા વધુ વરસાદ નોંધાયો છે.

અધિકારીઓના જણાવ્‍યા મુજબ અનુકૂળ વાતાવરણીય પરિસ્‍થિતિ અને મંગળવારથી શુક્રવાર દરમિયાન સક્રિય રહેલી અનેક વરસાદી સિસ્‍ટમના કારણે રાજ્‍યભરમાં ભારે વરસાદ પડ્‍યો હતો. આ સમયગાળા દરમિયાન અમદાવાદમાં છેલ્‍લા એક સદીથી વધુ સમયના ઇતિહાસમાં ચોથા ક્રમનો સૌથી ભારે વરસાદી તબક્કો નોંધાયો હતો.

હવામાન વિભાગે આગામી સપ્તાહ દરમિયાન વરસાદની તીવ્રતા ધીમે ધીમે ઘટવાની આગાહી કરી છે. જેના કારણે પૂરગ્રસ્‍ત વિસ્‍તારોમાં પાણી ભરાવા અને ભારે નુકસાનનો સામનો કરી રહેલા લોકોને થોડી રાહત મળવાની આશા છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments