HomeAllદિવાળી સુધી UPI લેવડદેવડ પર નહી લાગે MDR ચાર્જ, સરકારે નિર્ણયને ટાળ્યો

દિવાળી સુધી UPI લેવડદેવડ પર નહી લાગે MDR ચાર્જ, સરકારે નિર્ણયને ટાળ્યો

કેન્દ્ર સરકારે તહેવારોને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લીધો છે. સરકારે UPI લેવડદેવડ પર લાગુ પડતાં MDR ચાર્જને દિવાળી સુધી ટાળવાનો નિર્ણય કર્યો છે

તહેવારોને: ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે UPI લેવડદેવડ પર MDR ચાર્જ દિવાળી સુધી ટાળવાનો નિર્ણય કર્યો છે એટલે હવે 15 ઓક્ટોબરથી લાગુ થનારો એમડીઆર ચાર્જ નહીં લાગે.દિવાળી પછી તેને લાગુ પાડવાની નવી તારીખ જાહેર કરવામાં આવશે.દિવાળી પછી નવી તારીખ જાહેર કરાશે

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા (NPCI)એ તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને એમડીઆર ચાર્જને મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. NPCIએ જણાવ્યું છે કે તેને દિવાળી પછી તરત જ લાગુ કરવામાં આવશે, પરંતુ અત્યારે કોઈ ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી.

₹2,000 થી વધુના UPI લેવડદેવડ માટે 0.40% નો ચાર્જ : કેન્દ્ર સરકારે ₹2,000 થી વધુના UPI વ્યવહારો માટે 0.40% નો એમડીઆર ચાર્જ નક્કી કર્યો હતો જે 15 ઓક્ટોબરથી અમલમાં આવવાનો હતો જેની પર ખૂબ મોટો રાજકીય વિવાદ થયો હતો.તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને નિર્ણય

UPI અને સેવાઓ સંચાલન સમિતિએ આજે નિર્ણય લીધો છે કે, તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને, પસંદગીના વ્યક્તિ-થી-વેપારી (P2M) UPI વ્યવહારો પર MDR દિવાળી પછી લાગુ કરવામાં આવશે . અમલીકરણ તારીખ અલગથી જાહેર કરવામાં આવશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments