HomeAllછેવાડાના લોકો સુધી સરળતાથી ધિરાણ આપવા બેંકોને મુખ્યમંત્રીની તાકીદ

છેવાડાના લોકો સુધી સરળતાથી ધિરાણ આપવા બેંકોને મુખ્યમંત્રીની તાકીદ

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેન્કિંગ સેક્ટરને પોતાની સેવાઓથી ક્રેડિટ ટુ લાસ્ટ માઇલ સાકાર કરીને એમ.એસ.એમ.ઈ., મહિલા ઉદ્યોગકરો તથા ગ્રામીણ કારીગરો અને નાના ખેડૂતો સહિત છેવાડાના લોકો સુધી સરળતાએ ધિરાણ પહોંચાડવા આહવાન કર્યું હતું

ગાંધીનગરમાં યોજાયેલી સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 190મી બેઠકની અધ્યક્ષતા કરતાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ ત્રીજી મોટી આર્થિક સત્તા બનવા તરફ ગતિ કરી રહ્યો છે તેમાં બેન્કિંગ સેક્ટરની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. પહેલાં બેન્ક એટલે માત્ર ધિરાણ સહાય કે નાણાંકીય લેવડ-દેવડના વ્યવહારો માટે એવી સીમિત વ્યાખ્યા હતી. હવે, વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને પાર પાડવાની દિશામાં બેંકો પણ સામાજિક સેવા ક્ષેત્રોમાં સેવાકીય વ્યાપ વધારીને સહભાગી બની છે તેને તેમણે સરાહના કરી હતી.

મુખ્યમંત્રીએ સરકારી યોજનાઓ હેઠળની અરજીઓનો ઝડપી નિકાલ કરવા અને લાભાર્થીઓનું મહત્તમ કવરેજ સુનિશ્ચિત કરવાની બેન્કર્સને તાકીદ કરતાં કહ્યું કે, KCCનો લાભ મેળવવાથી બાકી રહેલા ખેડૂતોને ત્વરાએ આવરી લઈને સેચ્યુરેશન એપ્રોચ સિદ્ધ થઈ શકશે. મુખ્યમંત્રી બેન્કર્સને ટેકનોલોજીનો ઉપયોગ કરીને આવા ઉદ્યોગ સાહસિકોને સમયસર ક્રેડિટ લોન વગેરેમાં સહાયક બનવા અનુરોધ પણ કર્યો હતો. મુખ્ય સચિવ એમ. કે. દાસે ગુજરાતના ડેવલપમેન્ટ ગ્રોથમાં સરકાર અને બેન્કર્સના સુમેળ ભર્યા સંબંધોને મહત્વના ગણાવ્યા હતા.

તેમણે સાયબર ફ્રોડ અને મ્યુલ એકાઉન્ટ સામે બેન્કર્સને વધુ સતર્ક રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. એટલું જ નહીં, નાના ગામડાઓમાં પણ બેન્કિંગ સેવાઓ સરળતાથી પહોંચાડવા બેંકની વધુ શાખાઓ ખોલવા સૂચન કર્યું હતું.

RELATED ARTICLES

Most Popular

Recent Comments