
મોરબી: નાનારામપર ગામના વતની અને 96 વર્ષીય ભવાનભાઈ અર્જણભાઈ દેત્રોજાનું તા. 24 સપ્ટેમ્બર, 2025ના રોજ અવસાન થયું છે. તેઓ રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના સસરા થતા હોવાથી તેમના નિધનથી પરિવારજનો, સ્વજનો અને પરિચિતોમાં શોકની લાગણી પ્રસરી છે.


સ્વ. ભવાનભાઈ અર્જણભાઈ દેત્રોજાની અંતિમયાત્રા તા. 25 સપ્ટેમ્બર, 2025ના રોજ સવારે 7:30 કલાકે મોરબીના કિશન પાર્ક-3, સત્યમ વિદ્યાલય પાસે, નાની કેનાલ રોડ ખાતે આવેલા તેમના નિવાસસ્થાનેથી નીકળશે.

પરિવારજનો દ્વારા સગા-સંબંધીઓ, મિત્રો અને પરિચિતોને અંતિમયાત્રામાં ઉપસ્થિત રહી દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા વિનંતી કરવામાં આવી છે. ઈશ્વર દિવંગત આત્માને શાંતિ અર્પે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.























