HomeAllમોરબીમાં ઔદ્યોગિક સુરક્ષા અને ઈમરજન્સી સજ્જતા અંગે ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો

મોરબીમાં ઔદ્યોગિક સુરક્ષા અને ઈમરજન્સી સજ્જતા અંગે ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો

મોરબી: 24 સપ્ટેમ્બર 2026: ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકના ડિરેક્ટોરેટ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ (DISH) તથા ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM)ના સંયુક્ત ઉપક્રમે નેક્સિયન સરફેસીસ પ્રા. લિ., મોરબી ખાતે ઔદ્યોગિક સુરક્ષા, પ્રોપેન ગેસના સલામત હેન્ડલિંગ અને ઈમરજન્સી સજ્જતા અંગે વિશેષ ઓરિએન્ટેશન તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમનો મુખ્ય વિષય “વર્કપ્લેસ સેફ્ટી, પ્રોપેન સેફ હેન્ડલિંગ એન્ડ ઈમરજન્સી પ્રિપેર્ડનેસ ફોર MAH ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટોલેશન્સ” રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉદ્યોગોમાં કાર્યરત શ્રમિકો, અધિકારીઓ અને ઉદ્યોગ પ્રતિનિધિઓને કાર્યસ્થળે સલામતીના નિયમોનું અસરકારક પાલન કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

તાલીમ દરમિયાન પ્રોપેન જેવા અતિજ્વલનશીલ ગેસના સલામત ઉપયોગ, હેન્ડલિંગ અને સંગ્રહ દરમિયાન જરૂરી સાવચેતી તેમજ મેજર એક્સિડન્ટ હેઝાર્ડ (MAH) ધરાવતા ઔદ્યોગિક એકમોમાં સંભવિત જોખમોને ઓળખવા અને નિવારવા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આ ઉપરાંત આગ અથવા અન્ય ઔદ્યોગિક કટોકટીની પરિસ્થિતિ સર્જાય ત્યારે ત્વરિત પ્રતિસાદ, ઈમરજન્સી પ્રક્રિયા, બચાવ કામગીરી અને અસરકારક ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે જરૂરી સજ્જતા અંગે પણ વ્યવહારુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

DISH અને GIDMના તજજ્ઞોએ ઔદ્યોગિક અકસ્માતોના જોખમને ઘટાડવા, સલામતીની સંસ્કૃતિ મજબૂત બનાવવા અને કટોકટીના સમયે અસરકારક રીતે પ્રતિસાદ આપી શકાય તે માટે જરૂરી તકેદારી અને વ્યવહારુ બાબતો સમજાવી હતી. કાર્યક્રમમાં સંબંધિત અધિકારીઓ તથા ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments